________________
અનુવાદિકાની કલમે
- ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. કોઈપણ કઠિન કામને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સમર્પણભાવ એક માત્ર સાધન છે. જેમ જેમ આ મહત્તમ આગમનું અનુવાદકાર્ય આગળ વધતું ગયું તેમ તેમ જિનેશ્વર પરમાત્મા પ્રતિ આ સત્કાર્યના પ્રેરક શ્રદ્ધાસિંધુ પૂ. ગુરુદેવ પ્રતિ સમર્પણભાવ વધતો ગયો અને કાર્ય સહજતાથી આગળ વધતું ગયું.
શ્રી ભગવતી સૂત્ર ભાગ-૪માં શતક ૧૩ થી ૨૩નો સમાવેશ થાય છે. તેમાં દ્રવ્યાનુયોગની પ્રધાનતા છે તેમ છતાં ગોશાલકનું સાધત વિસ્તૃત જીવન ચરિત્ર ભગવાન મહાવીરનો સાધનાકાલ અને ત્યાર પછીની ઐતિહાસિક પરિસ્થિતિને પ્રગટ કરે છે.
આ ભાગમાં પ્રાયઃ ચાર ગતિના જીવો વિષયક વિવિધ દૃષ્ટિકોણથી પ્રશ્નોત્તર છે. દિશા, દિશાનું ઉદગમસ્થાન, લોક, લોકસંસ્થાન, લોકના મધ્યભાગ વગેરે વિષયોનો સમાવેશ થયો હોવા છતાં પ્રધાનતા જીવતત્ત્વની છે.
પાઠકો સંસારી જીવની વિવિધ અવસ્થાઓને જાણી કર્મના ખેલને સમજી વૈરાગ્યભાવ પ્રગટ કરી શકે છે. પ્રસ્તુત સંસ્કરણ :
ભગવતી સૂત્રના અનેક સંસ્કરણ ઉપલબ્ધ હોવા છતાં ગુજરાતી ભાષીઓને લક્ષમાં લઈને ન અતિ વિસ્તૃત, ન અતિ સંક્ષિપ્ત, તેવા વિવેચન સહ પ્રસ્તુત સંસ્કરણ તૈયાર થયું છે. જેમાં મૂળપાઠ, કઠિન શબ્દાર્થ, ભાવાર્થ, વિષયાનુસાર શીર્ષકો, વિષયાનુસાર વિવેચન આપ્યું છે. વિષયબોધની સુગમતા, કઠિન વિષયોની સરળતા અને સ્પષ્ટતા માટે આવશ્યક્તાનુસાર ચાર્ટ તૈયાર કર્યા છે. જે સ્વાધ્યાયીઓ માટે અત્યંત ઉપયોગી છે. કથાનકોના પ્રારંભમાં તે કથાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. જેથી વાચકો કથાના સારભાગને શીધ્ર પ્રાપ્ત કરી શકે છે. અંતે સંપૂર્ણ ભગવતી સૂત્રના વિશિષ્ટ વિષયોની અનુક્રમણિકા બનાવી તેનું વિષય પ્રમાણે સંકલન કર્યું છે.
આ રીતે અનેક પ્રકારે આ વિશાળકાય સૂત્રરાજના વિષયને મારા ક્ષયોપશમ અનુસાર સરળ અને સ્પષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જે જનજનના તત્ત્વબોધનું કારણ અને આચાર વિશુદ્ધિનું પ્રેરક બની શકશે તે નિર્વિવાદ છે.
52