________________
૪૯s |
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! નૈરયિક નિદા વેદના વેદે છે કે અનિદા વેદના? ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના રૂપમાં પદ અનુસાર જાણવું. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમસ્ત જીવોની વેદનાને બે પ્રકારે નિરૂપિત કરી છે. નિદા અને અનિદા વેદના :- આ બંને જૈન આગમિક શબ્દો છે. નિદાવેદના એટલે વ્યક્ત વેદના; અનિદાવેદના એટલે અવ્યક્ત વેદના. પ્રસ્તુતમાં તે શબ્દ પ્રયોગ બે પ્રકારના અર્થનો સૂચક છે. યથા- (૧) સંજ્ઞી જીવો નિદા વેદના વેદે છે, અસંસી જીવો અનિદા વેદના વેદે છે. (૨) સમકિતી જીવો નિદા વેદના વેદે છે, મિથ્યાત્વી જીવો અનિદા વેદના વેદે છે.
પ્રજ્ઞાપના સૂત્રાનુસાર નૈરયિક, ભવનપતિ અને વાણવ્યંતરમાં જે સંજ્ઞી જીવોમાંથી આવીને ઉત્પન્ન થાય તે જીવોને નિદા વેદના અને જે જીવો અસંજ્ઞી જીવોમાંથી આવીને ઉત્પન્ન થાય તે જીવોને અનિદા વેદના હોય છે, પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયમાં અનિદા વેદના હોય છે. મનુષ્ય અને તિર્યંચમાં બંને પ્રકારની વેદના હોય છે. જ્યોતિષી અને વૈમાનિકોમાં બંને પ્રકારની વેદના હોય છે, તેમાં મિથ્યાદષ્ટિ દેવોને અનિદા વેદના અને સમ્યગુદષ્ટિ દેવને નિદા વેદના હોય છે.
શતક ૧૯/પ સંપૂર્ણ
)