________________
શતક–૧૯: ઉદ્દેશક-૫
| ૪૯૫ |
जावमणुस्सा एए जहाणेरइया । वाणमंतस्जोइसियवेमाणिया जहा असुरकुमारा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું અસુરકુમાર દેવો ચરમ પણ હોય છે અને પરમ પણ હોય છે?
ઉત્તર- હા, ગૌતમ! છે. આ જ રીતે અસુરકુમારની સંપૂર્ણ વક્તવ્યતા નારકની સમાન જાણવી. પરંતુ અહીં વિપરીત કથન કરવું જોઈએ. યથા- પરમ અસુરકુમાર(અશુભકર્મની અપેક્ષાએ) અલ્પકર્મી હોય છે અને ચરમ અસુરકુમાર મહાકર્મી હોય છે. શેષ કથન નારક સમાન જાણવું. સ્વનિતકુમાર પર્યત આ જ રીતે જાણવું જોઈએ. જે રીતે નૈરયિકોને માટે કથન કર્યું છે, તે જ રીતે પૃથ્વીકાયિકથી મનુષ્ય સુધી જાણવું. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોનું કથન અસુરકુમારની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચરમ અને પરમના આધારે જીવો માટે મહાકર્મ-અલ્પકર્મ આદિનું નિરૂપણ છે. ચરમ - આયુષ્યના અંતિમ ભાગમાં વર્તતા જીવો અને અલ્પાયુષ્યવાળા જીવોચરમ કહેવાય છે. તે જીવોમાં નારકી અને ઔદારિકના દશ દંડક અલ્પકર્મ, અલ્પ ક્રિયાવાળા હોય છે અને દેવોના ૧૩ દંડકમાં ચરમજીવો અપેક્ષાકૃત મહાકર્મ, મહાક્રિયાવાળા હોય છે. પરમઃ-ચરમ સિવાયના જીવો પરમ કહેવાય છે અર્થાત્ દીર્ધાયુષ્યવાળા અને આયુષ્યનો દીર્ઘકાલ અવશેષ (બાકી) છે તેવા જીવો પરમ કહેવાય છે. પરમ જીવો દેવોના તેર દંડકમાં અલ્પકર્મા હોય છે અને અવશેષ નારકી અને ૧૦ દારિકના દંડકમાં અપેક્ષાકૃત મહાકર્મ, મહાક્રિયાવાળા હોય છે. આ સૂત્રોક્ત કથન ચરમ અને પરમની પારસ્પરિક અપેક્ષાએ છે તેમજ બહુલતાની અપેક્ષાએ છે. ચરમ-પરમ ઔદારિકના દશ દંડકના જીવો - સૂત્રકારે તેનું કથન નૈરયિકની સમાન કહ્યું છે. ઔદારિકના દશ દંડકના જીવોમાં પરિણામોની વિવિધતા છે. ત્યાં નારકોની જેમ એકાંત પાપનો ઉદય અથવા દેવોની જેમ પુણ્યનો ઉદય હોય તેવું નથી. તેમ છતાં ઔદારિકના દશ દંડકમાં અપેક્ષાએ અશુભકર્મી જીવોની બહુલતા હોય છે. શુભકર્મી જીવો અલ્પસંખ્યક જ હોય છે. તેથી તેનું કથન નારકોની જેમ થાય છે અર્થાત્ ચરમ પૃથ્વીકાયાદિ જીવો અલ્પકર્માદિવાળા અને પરમ પૃથ્વીકાયાદિ જીવો મહાકર્માદિવાળા હોય છે.
ચરમ અને પરમનું સૂત્રોક્ત સમસ્ત કથન સાપેક્ષ છે અથવા બહુલતાની અપેક્ષાએ છે. વેદનાના પ્રકાર:
४ कइविहाणं भंते ! वेयणा पण्णत्ता? गोयमा ! दुविहा वेयणा पण्णत्ता । तंजहाणिदा य अणिदाय। શબ્દાર્થ - વ્યિક્ત રીતે, અનુભવપૂર્વક, ભાન પૂર્વક મળતા-અજાણપણે, અવ્યક્ત, બેભાન દશામાં, ન અનુભવતાં. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! વેદનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વેદનાના બે પ્રકાર છે. યથા– નિદા વેદના અને અનિદા વેદના. |५ णेरइयाणंभंते ! किंणिदायंवेयणं वेयंति, अणिदाय? गोयमा !जहा पण्णवणाए जाववेमाणिय त्ति ॥ सेवं भंते ! सेवं भंते ! ॥