________________
૪૯૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
વાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. १४ सिय भंते !णेरइया अप्पासवा अप्पकिरिया महावेयणा अप्पणिज्जरा? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! નૈરયિક જીવ, અલ્પાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના અને અલ્પનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. १५ सिय भंते !णेरइया अप्पासवा अप्पकिरिया अप्पवेयणा महाणिज्जरा? गोयमा ! णोइणटेसमटे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! નરયિક જીવ, અલ્પાશ્રય, અલ્પક્રિયા, અલ્પવેદના અને મહાનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. १६ सिय भंते !णेरड्या अप्पासवा अप्पकिरिया अप्पवेयणा अप्पणिज्जरा? गोयमा ! णो इणढे समढे । एए सोलस भगा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ અલ્પાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના અને અલ્પનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. આ રીતે સોળ ભંગની પૃચ્છા છે. વિવેચન :
પ્રસ્તુત સોળ સૂત્રોમાં મહાશ્રવાદિ ચતુષ્કના ૧૬ ભંગ આપ્યા છે. જીવોના શુભાશુભ પરિણામો અનુસાર આશ્રવ, ક્રિયા, વેદના અને નિર્જરા હોય છે. પરિણામોની તીવ્રતાના કારણે આશ્રવ આદિ ચારે મહારૂપે થાય છે અને પરિણામોની મંદતાના કારણે આશ્રવાદિ ચારે અલ્પરૂપે થાય છે. કયા જીવોને કોની અધિકતા અને કોની અલ્પતા પ્રાપ્ત થાય છે તેની સ્પષ્ટતા કરવા માટે મહાશ્રવ, ક્રિયા, વેદના નિર્જરા આ ચારના ચતુઃસંયોગી સોળ ભંગ બને છે, તે આ પ્રમાણે છે. મહાશ્રવાદિના ૧૬ ભંગ - ૧ મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરા ૯ અલ્પાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરા ૨ મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા |૧૦ અલ્પાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા ૩ મહાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરા ૧૧ અલ્પાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરા ૪ મહાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા |૧૨ અલ્પાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા ૫ મહાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના, મહાનિર્જરા ૧૩ અલ્પાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના, મહાનિર્જરા
મહાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા |૧૪ અલ્પાશ્રય, અલ્પક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા ૭ મહાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરા |૧૫ અલ્પાશ્રય, અલ્પક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરા ૮િ મહાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા|૧૬ અલ્પાશ્રય, અલ્પક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા
પૂર્વોક્ત ૧૬ ભંગમાંથી નૈરયિકોમાં મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા આ બીજો ભંગ પ્રાપ્ત થાય છે. કારણ કે નૈરયિકોમાં અવિરતિના પરિણામોથી કર્મબંધ અધિક થાય છે તેથી મહાશ્રવી છે,