________________
શતક–૧૯: ઉદ્દેશક-૪ .
| ૪૯૧ |
તેને કાયિકી આદિ ક્રિયા પણ અધિક હોય છે. તેને અશાતા વેદનીયનો તીવ્ર ઉદય હોય છે. તેથી તે મહાવેદનાવાળા હોય છે. તે જીવોને અવિરતિના જ પરિણામ હોવાથી અલ્પનિર્જરાવાળા હોય છે. ભવનપતિ દેવોમાં મહાશ્રવ આદિ:१७ सिय भंते ! असुरकुमारा महासवा महाकिरिया महावेयणा महाणिज्जरा?
गोयमा ! णो इणढे समढे । एवं चउत्थो भंगो भाणियव्वो, सेसा पण्णरस भंगा खोडेयव्वा। एवं जावथणियकुमारा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર મહાશ્રવ, મહાક્રિયા મહાવેદના અને મહાનિર્જરાવાળા હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. આ રીતે અહીં કેવળ ચોથા ભંગનું જ કથન કરવું જોઈએ. શેષ પંદર ભંગનો નિષેધ કરવો જોઈએ. આ જ રીતે યાવતુ ખનિતકુમારો સુધી જાણવું જોઈએ. વિવેચન :
દેવોમાં પણ અવિરતિ ભાવની પરંપરા હોવાથી તેને મહાશ્રવ અને મહાક્રિયા હોય છે. તે ઉપરાંત દેવગતિમાં પુણ્યોદયે પ્રાયઃ અશાતા વેદનાનો અનુભવ થતો નથી. તેથી અલ્પવેદના જ હોય છે. તેમજ દેવભવમાં નિર્જરાના સાધનભૂત સંયમ અને તપનો અભાવ હોવાથી મહાનિર્જરા થતી નથી. તેથી તે જીવોને અલ્પનિર્જરા હોય છે. આ રીતે દેવોમાં મહાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા તે એક જ ભંગ ઘટિત થાય છે. પાંચ સ્થાવરાદિમાં મહાશ્વવાદિ:१८ सिय भंते !पुढविक्काइया महासवा महाकिरिया महावेयणा महाणिज्जरा?
નોયના સંતાસિયા | પર્વ નવ
सिय भंते ! पुढविकाइया अप्पासवा अप्पकिरिया अप्पवेयणा अप्पणिज्जरा? गोयमा!हता सिया। एवं जावमणुस्सा । वाणमतस्जोइसियवेमाणिया जहा असुरकुमारा છે તેવું મને સેવં મતે ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! પૃથ્વીકાયિક જીવ મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના અને મહાનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હા, ગૌતમ! છે. આ રીતે યાવત
પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ અલ્પાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હા, ગૌતમ ! છે. આ રીતે મનુષ્યો સુધી જાણવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોનું કથન અસુરકુમારની સમાન જાણવું જોઈએ.. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.ll વિવેચનઃ
પ્રસ્તુત એક સૂત્રમાં ઔદારિકના દશ દંડકના જીવોમાં મહાશ્રવ આદિનું નિરૂપણ છે.