________________
શતક્ર–૧૯ઃ ઉદ્દેશક-૩
[ ૪૮૩]
गोयमा !वणस्सइकाए सव्वबादरे, वणस्सइकाए सव्वबादरतराए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! પૃથ્વીકાય, અષ્કાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય, તેમાં કયા જીવનિકાય સર્વથી બાદર અને બાદતર છે?
ઉત્તર- હે ગૌતમ ! વનસ્પતિકાય સર્વથી બાદર અને બાદતર છે. २६ एयस्स णं भंते ! पुढविकाइयस्स आउक्काइयस्स तेउक्काइयस्स वाउक्काइयस्स कयरे काए सव्वबादरे, कयरे काए सव्वबादरतराए ?
गोयमा ! पुढविक्काए सव्वबादरे, पुढविक्काए सव्वबादरतराए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાય, અષ્કાય, અગ્નિકાય અને વાયુકાયમાં કયા જીવનિકાય સર્વથી બાદર, બાદરતર છે?
ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીકાય સર્વથી બાદર, બાદરતર છે. २७ एयस्स णं भंते ! आउक्काइयस्स तेउक्काइयस्स वाउकाइयस्स कयरे काए सव्वबायरे, कयरे काए सव्वबायरतराए ?
गोयमा ! आउक्काए सव्वबादरे, आउक्काए सव्वबायरतराए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપ્લાય, અગ્નિકાય અને વાયુકાયમાં કયા જીવનિકાય સર્વથી બાદર, બાદરતર છે?
ઉત્તર- હે ગૌતમ! અપ્લાય સર્વથી બાદર, બાદરતર છે. २८ एयस्सणं भंते ! तेउकाइयस्स वाउक्काइयस्स कयरेकाए सव्वबायरे, कयरेकाए सव्वबायरतराए?
गोयमा ! तेउकाय सव्वबायरे, तेउक्काए सव्वबायरतराए। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! અગ્નિકાય અને વાયુકાયમાં કયા જીવનિકાય સર્વથી બાદર, બાદરતર છે?
ઉત્તર– હે ગૌતમ! અગ્નિકાય સર્વથી બાદર, બાદરતર છે. વિવેચન :
પૂર્વોક્ત સૂત્રમાં પાંચ સ્થાવરોમાં સૂક્ષ્મ અને સૂક્ષ્મતરતાનું કથન કર્યું છે. તેમાં વનસ્પતિકાયને સર્વથી સૂક્ષ્મ કહી છે. પ્રસ્તુત સૂત્રમાં પાંચે સ્થાવરોમાં સ્થૂલ અને ચૂલતરતાનું કથન કર્યું છે, તેમાં પણ સર્વથી સ્થૂલ-બાબર વનસ્પતિકાય છે, તેમ કથન કર્યું છે. બંને સૂત્રમાં અપેક્ષા ભેદ છે. પૂર્વોક્ત સૂત્રમાં સૂક્ષ્મ વનસ્પતિકાયની અપેક્ષાએ સર્વથી સૂક્ષ્મતાનું કથન છે અને પ્રસ્તુત સૂત્રમાં પ્રત્યેક વનસ્પતિની અપેક્ષાએ સર્વથી સ્થૂલતાનું કથન છે. પૃથ્વીકાયના શરીરની વિશાળતા:२९ के महालए णं भंते ! पुढविसरीरे पण्णत्ते ?
गोयमा ! अणंताणं सुहुमवणस्सइकाइयाणं जावइया सरीरा से एगे