________________
૪૮૨
શ્રી ભગવતી સૂત્ર–૪
સ્થાવર જીવોની સૂક્ષ્મ-સૂક્ષ્મતરતા ઃ
२१
यसणं भंते! पुढविकाइयस्स आउक्काइयस्स तेडकाइयस्स वाउक्काइयस्स वणस्सइकाइयस्स कयरे का सव्वसुहुमे कयरे काए सव्वसुहुमतराए ?
गोयमा ! वणस्सइकाए सव्वसुहुमे, वणस्सइकाए सव्वसुहुमतराए । ભાવાર્થ::- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક, અપ્લાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક, આ સર્વ જીવોમાં કયા જીવો સર્વથી સૂક્ષ્મ છે અને કયા જીવો સૂક્ષ્મતર છે ?
ઉત્તર– હે ગૌતમ ! વનસ્પતિકાયિક સર્વથી સૂક્ષ્મ અને સર્વથી સૂક્ષ્મતર છે.
२२ एयस्स णं भंते ! पुढविकाइयस्स आउक्काइयस्स तेडकाइयस्स वाउक्काइयस्स कयरे काए सव्वसुहुमे, कयरे काए सव्व सुहुमतराए ? गोयमा ! वाउक्काए सव्वसुहुमे, वाउक्काए सव्वसुहुमतराए ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય અને વાયુકાયમાં કયા જીવનિકાય સર્વથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે ? ઉત્તર- હે ગૌતમ ! વાયુકાય સર્વથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે.
२३ एयस्सणं भंते ! पुढविकाइयस्स आउक्काइयस्स तेउकाइयस्स कयरे काए सव्वसुहुमे, कयरे काए सव्वसुहुमतराए ? गोयमा ! तेडकाए सव्वसुहुमे, तेडक्काए सव्वसुहुमतराए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાય, અપ્લાય અને તેઉકાયમાં કયા જીવનિકાય સર્વથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે? ઉત્તર– હે ગૌતમ ! તેઉકાય સર્વથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે.
२४ एयस्स णं भंते ! पुढविक्काइयस्स आउक्काइयस्स कयरे काए सव्वसुहुमे, कयरे काए सव्वसुहुमतराए ? गोयमा ! आउक्काए सव्वसुहुमे, आउक्काए सव्व सुहुमतराए । ભાવાર્થ :– પ્રશ્ન– હે ભગવન્ ! પૃથ્વીકાય અને અપ્લાયમાં કયા જીવનિકાય સર્વથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે ? ઉત્તર– હે ગૌતમ ! અપ્લાય સર્વથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ સ્થાવરકાયના જીવોની સૂક્ષ્મ, સૂક્ષ્મતરતાનું કથન કર્યું છે. સુહુને સુહુમતના૬ :– સૂક્ષ્મ-સૂક્ષ્મતર. અહીં ચક્ષુરિન્દ્રિયથી અગ્રાહ્યતાની અપેક્ષાએ અથવા અન્ય પદાર્થોની અપેક્ષાએ સૂક્ષ્મતાનું કથન છે.
પૃથ્વીકાય આદિ પાંચે સ્થાવરકાયમાં પૃથ્વીથી પાણી સૂક્ષ્મ, પાણીથી અગ્નિ, અગ્નિથી વાયુ અને વાયુથી વનસ્પતિકાય સર્વથી સૂક્ષ્મ-સૂક્ષ્મતર છે.
સ્થાવરકાયની સ્કૂલ-સ્થૂલતરતા :
२५ भंते! पुढविक्काइयस्स आउकाइयस्स तेउकाइयस्स वाउकाइयस्स वणस्सइकाइयस्स कयरे काए सव्वबादरे, कयरे काए सव्वबादस्तराए ?