________________
૪૮૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સૂમ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, પૃથ્વીકાય, અખાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનામાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના (૨) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૩) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૪) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણી (૫) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણી.
(૬) તેનાથી અપર્યાપ્ત બાદર વાયુકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૭) તેનાથી અપર્યાપ્ત બાદર અગ્નિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૮) તેનાથી અપર્યાપ્ત બાદર અષ્કાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૯) તેનાથી અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણી (૧૦,૧૧) તેનાથી અપર્યાપ્ત પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકની અને બાદર નિગોદની જઘન્ય અવગાહના પરસ્પર તુલ્ય અને પૂર્વથી અસંખ્યાતગુણી.
(૧૨) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૧૩) તેનાથી અપર્યાપ્ત સુક્ષ્મ નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક (૧૪) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક.
(૧૫) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૧૬) તેનાથી અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક (૧૭) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક.
(૧૮) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૧૯) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે (૨૦) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક.
(૨૧) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (રર) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક (૨૩) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ અય્યાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક.
(૨૪) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૨૫) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક (૨૬) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક.
(૨૭) તેનાથી પર્યાપ્ત બાદર વાયુકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૨૮) તેનાથી અપર્યાપ્ત બાદર વાયુકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક (૨૯) તેનાથી પર્યાપ્ત બાદર વાયુકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક.
(૩૦) તેનાથી પર્યાપ્ત બાદર અગ્નિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૩૧) તેનાથી અપર્યાપ્ત બાદર અગ્નિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક (૩૨) તેનાથી પર્યાપ્ત બાદર અગ્નિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક.
(૩૩) તેનાથી પર્યાપ્ત બાદર અપ્નાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૩૪) તેનાથી