________________
૪૬૮
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૯: ઉદ્દેશક-ર
ગર્ભ
ગર્ભ અને લેશ્યા:| ૨ તે જોતા પUત્તો?
___गोयमा !छल्लेस्साओ पण्णात्ताओ-किण्हा जावसुक्किला। एवंजहा पण्णवणाए गब्भुद्देसो सो चेव णिरवसेसो भाणियव्यो । सेवं भंते ! सेवं भंते! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વેશ્યાઓ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! લેશ્યાઓ છ છે– કૃષ્ણ યાવતુ શુક્લ. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના ૧૭મા વેશ્યા પદના છઠ્ઠા ગર્ભોદ્દેશકમાં જે વર્ણન છે તે જ સંપૂર્ણ વર્ણન અહીં પણ કરવું જોઈએ.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન : -
કઈ વેશ્યાવાળા જીવ, કઈ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? તેનું વિસ્તૃત વિવેચન પ્રજ્ઞાપના સૂત્રના સત્તરમા પદના છઠ્ઠા ઉદ્દેશકમાં છે. કૃષ્ણ લેશ્યાવાળો જીવ, કૃષ્ણ યાવતુ શુક્લ લેશ્યાવાળા ગર્ભને ધારણ કરી શકે છે. ગર્ભધારકની લેશ્યા સાથે ગર્ભની વેશ્યાનો કોઈ સંબંધ નથી. ગર્ભધારક સ્ત્રી અને ગર્ભગત જીવનો આત્મા સ્વતંત્ર છે, તેના કર્મો, પરિણામ આદિ સર્વ સ્વતંત્ર છે. તેથી કોઈ પણ લેશ્યાવાળા જીવ, કોઈ પણ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરી શકે છે. આ રીતે કર્મભૂમિ અને અકર્મભૂમિના મનુષ્યો અને તિર્યંચોના વિષયમાં જાણવું જોઈએ. કારણ કે મનુષ્ય અને તિર્યંચમાં જ ગર્ભજ જન્મ હોય છે. કર્મભૂમિના મનુષ્યોને છ વેશ્યા અને અકર્મભૂમિના મનુષ્યને પ્રથમની ચાર લેશ્યા જ હોય છે.
-
તે શતક ૧૯/ર સંપૂર્ણ
)