________________
શતક્ર–૧૯ઃ ઉદ્દેશક-૧
[ ૪૬૭]
गोयमा ! छल्लेसाओ पण्णत्ताओ, तंजहा-किण्हा जावसुक्किला । एवं जहा पण्णवणाए चउत्थो लेसुद्देसओ, तहा भाणियव्वो णिरवसेसो । सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! લેશ્યાઓ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! લેશ્યાઓ છ છે. યથા-કૃષ્ણ યાવત શુકલ. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના ૧૭માં લેશ્યા પદના ચોથા ઉદ્દેશકનું સંપૂર્ણ કથન અહીં કરવું જોઈએ.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વેશ્યાનું સ્વરૂપ પ્રજ્ઞાપનાસૂત્ર પ્રમાણે જાણવાની ભલામણ છે. તદનુસાર લેશ્યાનું સ્વરૂપ આ પ્રમાણે છે– કૃષ્ણ લેશ્યાદિ દ્રવ્ય જ્યારે નીલલેશ્યાદિના દ્રવ્યોની સાથે સંયોગને પ્રાપ્ત થાય છે ત્યારે નીલલેશ્યાદિના સ્વભાવરૂપે તથા તેના વર્ણાદિ રૂપે પરિણમી જાય છે. દૂધનો દહીં સાથે સંયોગ થવાથી તે દહીંરૂપે પરિણમી જાય છે. વેશ્યાનું આ પ્રકારનું પરિણમન મનુષ્ય અને તિર્યંચમાં થાય છે. દેવ અને નારકોમાં ભવ પર્યત અવસ્થિત લેશ્યા હોય છે. દેવ અને નારકોમાં અવસ્થિત લેશ્યાને અન્ય દ્રવ્યનો સંયોગ થાય છે પરંતુ તે મૂળ વર્ણાદિને છોડ્યા વિના અન્ય(સંબધ્યમાન) વેશ્યાની છાયા માત્રને ધારણ કરે છે. જે રીતે વૈર્યમણિમાં અલ્પ સમય માટે લાલ દોરો પરોવવાથી તે મણિ પોતાના નીલવર્ણને છોડ્યા વિના લાલ છાયા માત્રને ધારણ કરે છે અને થોડીક વારમાં દોરો કાઢી લેવાથી મણિ લાલ છાયામુક્ત થઈ જાય છે. આ રીતે નારક, દેવોની લેશ્યા મણિ-દોરાના ન્યાયે છાયારૂપે પરિવર્તન પામે છે અને મનુષ્ય-તિર્યંચની વેશ્યા દૂધ-દહીંના ન્યાયે પૂર્ણ પરિવર્તન પામે છે. આ પરિવર્તન સંબંધી સંપૂર્ણ કથન દ્રવ્ય લશ્યાની અપેક્ષાએ છે. ભાવ વેશ્યા આત્મ પરિણામરૂપ અરૂપી હોવાથી તેમાં વર્ણાદિ હોતા નથી.
લેશ્યાની પરિભાષા-સ્વરૂપ આદિ વિચારણા આ સૂત્રના પૂર્વભાગોમાં નિમ્ન સ્થળે છેશતક-૧/૧/૫૦; ૩/૪/૧૮;૪/૧૦/૧; ૩/૪/૧૯. પ્રસ્તુતમાં શતક-૩/૪/૧૯નું પુનઃકથન છે. તે જ રીતે સ્થાનાંગ સૂત્રમાં પણ નિમ્ન સ્થળે વેશ્યા સંબંધી વિવેચન છે– સ્થાન-૧/૩૪; ૩/૪/૬૭; ૪/૩/૧૪.
()
| શતક ૧૯/૧ સંપૂર્ણ
,