________________
શતક-૧૯
૪૫
| શતક-૧૯ | જે પરિચય
જે આ શતકના દશ ઉદ્દેશક છે તેમાં અનેક વિષયોનું નિરૂપણ આ પ્રમાણે છેપ્રથમ ઉદ્દેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક લશ્યાનું સ્વરૂપ, વેશ્યાના કારણો, વેશ્યાનો પ્રભાવ, સામર્થ્ય તથા સંબધ્યમાન લેશ્યા અને અવસ્થિત વેશ્યા, ઇત્યાદિ વિષયોનું વર્ણન છે. બીજા ઉદ્દેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક એક વેશ્યાવાળા જીવ અન્ય લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરી શકે છે, તે વિષયનું પ્રતિપાદન છે. ત્રીજા ઉદેશકમાં ચાતુ, વેશ્યા, દષ્ટિ આદિ બાર દ્વારોના માધ્યમથી પૃથ્વી આદિ પાંચ સ્થાવર જીવોની વિચારણા કરી છે. તેમજ પાંચ સ્થાવર જીવોની અવગાહનાનું અલ્પબદુત્વ અને તેની વેદના દર્શાવતાં પૃથ્વીની અવગાહનાની સૂક્ષ્મતાને દષ્ટાંતપૂર્વક પ્રદર્શિત કરી છે. ચોથા ઉદેશકમાં નરયિક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવોમાં મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના અને મહાનિર્જરા, તે ચારના પરસ્પરના સંયોગથી થતાં ૧૬ ભંગમાંથી પ્રાપ્ત થનારા ભંગોનું નિરૂપણ છે. પાંચમા ઉદેશકમાં નૈરયિકાદિ ચોવીસ દંડકોમાં ચરમત્વ અને પરમત્વની પ્રરૂપણા કરીને તેમાં અલ્પકર્મમહાકર્માદિનું નિરૂપણ છે અને નિદા-અનિદા બે પ્રકારની વેદનાનું સ્વરૂપ પ્રદર્શિત કરીને ચોવીસ દંડકોમાં તેની પ્રરૂપણા કરી છે. છઠ્ઠા ઉદ્દેશકમાં દ્વીપ સમદ્રોના સંસ્થાન, લંબાઈ, પહોળાઈ, તેમાં જીવોની ઉત્પત્તિ આદિના સંબંધમાં જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક વર્ણન છે. સાતમા ઉદ્દેશકમાં ચાર પ્રકારના દેવોમાં દશ ભવનપતિદેવોના ભવનાવાસ, વ્યંતરદેવોના ભૂમિગત નગરાવાસ, જ્યોતિષી અને વૈમાનિકદેવોના વિમાનાવાસની સંખ્યા, સ્વરૂપ આદિનું સંક્ષિપ્ત વર્ણન છે. આઠમા ઉદ્દેશકમાં૨૪ દંડકના જીવોમાં જીવ, કર્મ, શરીર, ઇન્દ્રિય આદિ ૧૯ બોલની નિવૃત્તિ(નિષ્પત્તિ)ની પ્રરૂપણા છે. નવમા ઉદેશકમાં કરણના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવના ભેદથી પાંચ પ્રકારનું કથન છે. ત્યાર પછી શરીર, ઇન્દ્રિય, ભાષા, મન, કષાય, સમુદુઘાત, સંજ્ઞા, વેશ્યા, દષ્ટિ, વેદ આદિ કરણોના ભેદોની તથા કયા જીવમાં કયા કરણ, કેટલી સંખ્યામાં પ્રાપ્ત થાય તેનું નિરૂપણ છે. દશમા ઉદ્દેશકમાં વ્યંતર દેવોના આહાર, શરીર અને શ્વાસોચ્છવાસની સમાનતાનું અતિદેશાત્મક (ભલામણયુક્ત)સંક્ષિપ્ત કથન છે.