________________
૪૬૪]
શ્રી ભગવતી સૂત્ર-૪ |
गोयमा !णोइणटेसमटे । एवं जहेव संखेतहेव णिरवसेसं जावसव्व दुक्खाणं अंतं काहिइ ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- હે ભગવન! આ પ્રમાણે સંબોધન કરીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું- શું સોમિલ બ્રાહ્મણ, આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને અણગાર પ્રવ્રજ્યા સ્વીકાર કરશે?
હે ગૌતમ! તેમ શક્ય નથી. આ રીતે શંખશ્રાવક માટે ગૌતમ સ્વામીના પ્રશ્ન અને પ્રભુના ઉત્તર જે પ્રમાણે શતક-૧૨, ઉદ્દે-૧માં છે તેમ સર્વ વર્ણન જાણવું યાવત સર્વદુઃખોનો અંત કરશે. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. / વિવેચન :
સોમિલ શ્રમણોપાસક શંખ શ્રાવકની જેમ વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરી આરાધક થઈને પ્રથમ દેવલોકમાં ચાર પલ્યોપમની સ્થિતિમાં દેવરૂપે ઉત્પન્ન થશે અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને, ત્યાં તપ-સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરીને સંપૂર્ણ કર્મક્ષય કરશે.
આ રીતે પ્રભુને પરાજિત કરવા માટે આવેલા જીવો પણ પ્રભુના વીતરાગભાવ યુક્ત વ્યવહારથી અને અનેકાંતવાદની વિશાળતાથી આકર્ષાઈને આત્મકલ્યાણ કરી ગયા છે. આ જ જિનશાસનની મહત્તા છે.
?
આ શતક ૧૮/૧૦ સંપૂર્ણ છે છે શતક ૧૮ સંપૂર્ણ