________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૧૦
[૪૩]
અ રવિ માં -અક્ષય પણ છું. જીવ દ્રવ્ય અસંખ્ય પ્રદેશાત્મક છે. તેના પ્રદેશોનો ક્યારે ય ક્ષય થતો નથી, તેથી તે અક્ષય છે. અબ્બાવિ અહંદ-હુંઅવ્યય પણ છું.અસંખ્ય પ્રદેશોમાંથી કોઈ પ્રદેશોનો ક્યારેય પણ વ્યય-નાશ થતો નથી. તેથી તે અવ્યય છે. અળાિવિ દં:- હું અવસ્થિત પણ છું. જીવ ગમે ત્યાં જાય પરંતુ તેના અસંખ્યાત પ્રદેશોની સંખ્યા અવસ્થિત રહે છે. તેમાં કોઈ ફેરફાર થતો નથી.
આ રીતે પ્રદેશની અપેક્ષાએ જીવ અક્ષય પણ છે, અવ્યય પણ છે અને અવસ્થિત પણ છે. અ મૂયભાવમવિવિ મહં:- હું ભૂત અને ભવિષ્યના અનેક પરિણામોને યોગ્ય પણ છું. દ્રવ્યની અપેક્ષાએ જીવ એક હોવા છતાં પર્યાયની અપેક્ષાએ અનેક સ્વરૂપે છું. અનેક પદાર્થો સંબંધી વિભિન્ન ઉપયોગ ભૂતકાળમાં હતા, વર્તમાનમાં પણ અન્યાન્ય ઉપયોગ જીવ દ્રવ્યમાં વર્તે છે અને ભવિષ્યમાં પણ વિવિધ ઉપયોગ જીવ દ્રવ્યમાં થશે. આ ત્રણે કાલના વિવિધ ઉપયોગ જીવથી કથંચિત્ અભિન્ન છે. સૈકાલિક ઉપયોગોની અનેકતાને કારણે જીવ અનેક પરિણામોને યોગ્ય છે. પ્રબુદ્ધ સોમિલ દ્વારા વ્રત ગ્રહણ:
१९ एत्थं णं से सोमिले माहणे संबुद्धे, समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमसित्ता एवं वयासी-जहा खंदओ जावसेजहेयं तुब्भेवदह । जहाणं देवाणुप्पियाणं अंतिए बहवे राईसर एवं जहा रायप्पसेणइज्जे चित्तो जावदुवालसविहं सावगधम्म पडिवज्जइ, पडिवज्जित्ता समणं भगवं महावीर वंदइ णमंसइ जावपडिगए।।
तएणं से सोमिले माहणे समणोवासए जाए, अभिगयजीवाजीवे जाव अप्पाणं भावेमाणे विहरइ। ભાવાર્થ:- ભગવાનની વાણી સાંભળીને સોમિલ બ્રાહ્મણ પ્રતિબોધને પ્રાપ્ત થયા. તેણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને કહ્યું– અહીં તેનું સંપૂર્ણ વર્ણન શતક-૨/૧માં કથિત સ્કન્ધકની સમાન જાણવું જોઈએ. યાવતુ હે ભગવન્! જેમ આપ કહો છો, તે તેમ જ છે. હે દેવાનુપ્રિય ! જે રીતે આપની સમીપે અનેક રાજા-મહારાજા આદિ હિરણ્ય-સુવર્ણ આદિનો ત્યાગ કરીને મુંડિત થઈને અણગાર પ્રવ્રજ્યાનો સ્વીકાર કરે છે, તે રીતે કરવામાં હું સમર્થ નથી. ઇત્યાદિ સર્વ વર્ણન રાજપ્રશ્રીય સૂત્રસ્થ ચિત્ત સારથીની સમાન જાણવું યાવતું તેમણે બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર કર્યો, શ્રાવક ધર્મ અંગીકાર કરીને શ્રમણ ભગવાન મહાવીરને વંદના-નમસ્કાર કરીને સોમિલ શ્રમણોપાસક પોતાના ઘેર ગયા. આ રીતે તે સોમિલ બ્રાહ્મણ, જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક થયા યાવતું ગ્રહણ કરેલા વ્રત અને તપથી આત્માને ભાવિત કરતાં વિચારવા લાગ્યા. સોમિલનું ભવિષ્યઃ२० पभूणं भंते ! सोमिले माहणे देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता अगाराओ अणगरिय पव्वइत्तए?