________________
[ ૪૬૨]
શ્રી ભગવતી સૂત્ર-૪
‘કુલત્થાનો પ્રશ્ન પહેલાં છે પછી ‘માસા'નો પ્રશ્ન છે. તે સિવાય કોઈક શબ્દ કે વાક્યમાં તફાવત પણ જોવા મળે છે. આત્મ તત્ત્વ સંબંધી તાત્વિક પુચ્છા :१८ से णूणं भंते ! एगे भवं, दुवे भवं, अक्खए भवं, अव्वए भवं, अवट्ठिए भवं, अणेगभूयभावभविए भव? सोमिला !एगेवि अहं जावअणेगभूयभावभविए वि अह।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ- जावअणेगभूयभाव भविए वि अहं?
सोमिला ! दव्वट्ठयाए एगे वि अहं,णाणदसणट्ठयाए दुवे वि अहं, पएसट्ठयाए अक्खए वि अह, अव्वए वि अह, अवट्ठिए वि अह, उवयोगट्ठयाए अणेगभूयभावभविए वि अहं । से तेणटेणं सोमिला ! जावअणेगभूयभावभविए वि अहं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું આપ એક છો, બે છો, અક્ષય છો, અવ્યય છો, અવસ્થિત છો, કે ભૂતકાળ અને ભવિષ્યકાલના અનેક પરિણામોને યોગ્ય છો?
ઉત્તર– હે સોમિલ ! હું એક પણ છું યાવત ભૂતકાળ અને ભવિષ્યકાલના અનેક પરિણામોને યોગ્ય પણ છું.
પ્રશ્ન-હે, ભગવન્! તેમ શા માટે કહો છો કે હું એક છું યાવત ભૂતકાળ અને ભવિષ્યકાલના અનેક પરિણામોને યોગ્ય પણ છું?
ઉત્તર- હે સોમિલ ! દ્રવ્ય રૂપથી હું એક પણ છું. જ્ઞાન અને દર્શનના ભેદથી હું એ પણ છું. આત્મપ્રદેશથી હું અક્ષય છું, અવ્યય છું અને અવસ્થિત પણ છું. ઉપયોગની અપેક્ષાએ હું અનેક ભૂત, વર્તમાન અને ભાવિ પરિણામોને યોગ્ય છું. તેથી તે સોમિલ! પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સોમિલ બ્રાહ્મણે પરીક્ષાર્થે પ્રભુને રહસ્યમય અનેક તાત્ત્વિક પ્રશ્નો પૂક્યા છે. તેના મનમાં પ્રભુને પરાજિત કરવાની તમન્ના હતી. તેથી તેણે પરસ્પર વિરોધી પ્રશ્નો પૂછ્યા.
- જે વસ્તુ એક સ્વરૂપ હોય તે બે સ્વરૂપ હોય શકે નહીં, જે અક્ષય અને અવ્યયહોય તેમાં પરિણામોનું પરિવર્તન કઈ રીતે થાય? પ્રભુ વિરોધી પ્રશ્નોના ઉત્તરો કઈ રીતે આપશે? તે જાણવા માટે તે આતુર હતો. સર્વજ્ઞ પ્રભુએ તેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર અનેકાંત દષ્ટિથી આપ્યા. પ્રત્યેક વસ્તુ અનંત ધર્માત્મક છે અને અપેક્ષાભેદથી તેમાં પરસ્પર વિરોધી ધર્મો એક સમયે રહી શકે છે. જેમ કે એક પુરુષ સ્વયંના પુત્રની અપેક્ષાએ પિતા છે અને પિતાની અપેક્ષાએ પુત્ર છે. તે વ્યક્તિમાં એક જ સમયે પિતૃત્વ અને પુત્રત્વ બંને ધર્મો રહી શકે છે. તે જ રીતે પ્રત્યેક પદાર્થમાં અનેક વિરોધી ધર્મો એક સાથે રહી શકે છે.
જિ મદદ- હું એક પણ છું. પ્રત્યેક જીવ દ્રવ્યની અપેક્ષાએ એક છે. જીવો અનંત હોવા છતાં પ્રત્યેક જીવ દ્રવ્ય સ્વતંત્ર છે અને એક અખંડ સ્વરૂપે છે. કુવેવિ માં -હું બે પણ છું. જ્ઞાન અને દર્શન જીવના મુખ્ય ગુણ છે. ગુણ અને ગુણીમાં કથંચિત્ અભેદ હોવાથી જીવ બે પ્રકારે છે– જ્ઞાન સ્વરૂપ અને દર્શન સ્વરૂપ.