________________
શતક-૧૮: ઉદ્દેશક-૧૦
[ ૪૬૧]
કથન ધાન્ય સરસવ પ્રમાણે કહેવું જોઈએ, વાવ, તેથી હે સોમિલ! “માસી” ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. વિવેચન :
માસા' તે પ્રાકૃતનો શ્લિષ્ટ શબ્દ છે. તેની સંસ્કૃત છાયા બે પ્રકારે થાય છે, યથા– “માષ” અને માસ'. માષનો અર્થ અડદ નામનું ધાન્ય વિશેષ છે અને “માસ’નો અર્થ મહિનો- શ્રાવણ ભાદરવો આદિ થાય છે, તે માસ ભક્ષ્ય નથી. તે જ રીતે અર્થમાસ પણ ભક્ષ્ય નથી. તેમાં જે ભાષ-ધાન્ય વિશેષ છે તે શસ્ત્ર પરિણત, એષણીય, યાચિત અને લબ્ધ હોય તો તે શ્રમણ-નિગ્રંથોને માટે ભક્ષ્ય છે; તે સિવાયના સર્વે ય અભક્ષ્ય છે. કુલત્થાની ભક્ષ્યાભઢ્યતા :१७ कुलत्था तेभंते ! किं भक्खेया, अभक्खेया? सोमिला !कुलत्था मे भक्खेया वि अभक्खेया वि।
सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ जावअभक्खेया वि?
से णूणं सोमिला ! ते बंभण्णएसु णएसु दुविहा कुलत्था पण्णत्ता,तं जहाइत्थिकुलत्था य धण्णकुलत्था य । तत्थ णं जे ते इत्थिकुलत्था ते तिविहा पण्णत्ता,तं जहा-कुलकण्णया इवा,कुलबहुया इवा, कुलमाउया इवा,तेणं समणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थ णंजेतेधण्णकुलत्था, एवं जहा धण्णसरिसवा । सेतेणट्टेणं सोमिला! जावअभक्खेया वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આપના માટે કુલત્થા ભક્ષ્ય છે કે અભક્ષ્ય? ઉત્તર-હે સોમિલ! અમારા મતમાં કુલત્થા ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે આપના મતમાં કુલત્થા ભઠ્ય પણ છે. અભક્ષ્ય પણ છે?
ઉત્તર– હે સોમિલ! તમારા બ્રાહ્મણ મતના શાસ્ત્રોમાં કુલત્થા’ના બે પ્રકાર છે. યથા– સ્ત્રીકુલત્થા અને ધાન્યકુલત્થા(કળથી) તેમાં જે સ્ત્રીકુલત્થા છે, તેના ત્રણ પ્રકાર છે, યથા- કુલકન્યા, કુલવધૂ અને કુલમાતા; તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. તેમાંથી જે ધાન્યકુલત્થા છે તેના વિષયમાં સરસવની સમાન સમજવું જોઈએ. તેથી હે સોમિલ! કુલત્થા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. વિવેચન :
નત્થ' શબ્દનો વ્યુત્પત્તિ અર્થ આ પ્રમાણે થાય છે– તિષ્ઠતિ યસ્ત છત્તત્થા આ વ્યુત્પત્તિ અનુસાર કુલસ્થા એટલે કુલાંગના, કુલીન સ્ત્રી અર્થ થાય છે અને તેનો રૂઢ અર્થ છે– કળથી નામનું ધાન્ય વિશેષ. તેની ભસ્યાભઢ્યતા સરસવની જેમ સમજવી જોઈએ.
સરસવ, માસ અને કુલત્થાના આ ત્રણે પ્રશ્નો જ્ઞાતાધર્મકથા સૂત્ર અધ્યયન-પમાં શુક સંન્યાસી દ્વારા થાવચ્ચ પુત્ર અણગારને પૂછવામાં આવ્યા છે. આ બન્ને આગમ પાઠમાં ક્રમ ભેદ છે. જ્ઞાતાસૂત્રમાં