________________
૪૬૦
શ્રી ભગવતી સત્ર-૪
નિગ્રંથો માટે અભક્ષ્ય છે.
તેમાં જે ધાન્ય સરસવ છે, તેના બે પ્રકાર છે, યથા- શસ્ત્ર પરિણત- અગ્નિ આદિ શસ્ત્રથી નિર્જીવ બનેલા અને અશસ્ત્ર પરિણત- અગ્નિ આદિ શસ્ત્રથી નિર્જીવ નહીં બનેલા, તેમાંથી જે અશસ્ત્ર પરિણત સરસવ છે, તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે અને જે શસ્ત્ર પરિણત સરસવ છે, તેના બે પ્રકાર છે. યથા– એષણીય(નિર્દોષ) અને અષણીય(સદોષ). તેમાં અનેષણીય તો શ્રમણ નિગ્રંથો માટે અભક્ષ્ય છે. એષણીય સરસવના બે પ્રકાર છે, યથા- યાચના કરીને લાવેલા અને યાચના કરીને નહીં લાવેલા. અયાચિત તો શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. યાચિતના બે પ્રકાર છે. યથા- પ્રાપ્ત થયેલા અને પ્રાપ્ત નહીં થયેલા. જે અલબ્ધ છે તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે અને જે લબ્ધ છે, તે શ્રમણ નિગ્રંથોને માટે ભક્ષ્ય છે. તેથી હે સોમિલ! એમ કહ્યું છે કે સરસવ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. અડદની ભક્ષ્યાભઢ્યતા :|१६ मासा ते भंते ! किं भक्खेया, अभक्खेया? सोमिला !मासा मे भक्खेया वि अभक्खेया वि।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ जाव अभक्खेया वि?
सेणूणंतेसोमिला !बंभण्णएसुणएसुदुविहा मासा पण्णत्ता,तंजहा- दव्वमासा यकालमासा य । तत्थणंजेतेकालमासातेणंसावणाईया आसाढपज्जवसाणा दुवालस પત્તા, રંગહી-સીવો, ભવ, આસોપ, wત્તા, મસિર, પોતે, માટું, I,વિજે, वइसाहे, जेट्ठामूले, आसाढे ते णं समणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थ णं जे ते दव्वमासा ते दुविहा पण्णत्ता,तं जहा- अत्थमासा य धण्णमासा य । तत्थ णं जेते अत्थमासा ते दुविहा पण्णत्ता,तं जहा-सुवण्णमासा य रुप्पमासा य, ते णं समणाणं णिग्गंथाणं अभक्खेया। तत्थणंजेतेधण्णमासातेदुविहा पण्णत्ता,तंजहा-सत्थपरिणया य असत्थपरिणया य, एवंजहा धण्णसरिसवा जावसेतेणटेणं सोमिला ! जावअभक्खेया વિા. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માસા આપના મતમાં(આપના માટે) ભક્ષ્ય છે કે અભક્ષ્ય?
ઉત્તર- હે સોમિલ! અમારા મતમાં માસા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે માસા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે?
ઉત્તર– હે સોમિલ ! તમારા બ્રાહ્મણમતના શાસ્ત્રોમાં માસાના બે પ્રકાર કહ્યા છે– દ્રવ્યમાસા અને કાલમાસ. તેમાં જે કાલમાસ છે, તે શ્રાવણથી લઈને અષાઢ માસ પર્યત બાર માસ છે. યથા- શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ. તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. તેમાં જે દ્રવ્યમાસા છે તેના બે પ્રકાર છે. યથા ધાન્યમાસા અને અર્થમાસા. અર્થમાસા(સોના ચાંદી તોળવાના માસા)ના બે પ્રકાર છે યથા-સ્વર્ણમાસા અને રીપ્યમાસા. તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. ધાન્ય માસા(અડદ)ના બે પ્રકાર છે. યથા- શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. ઇત્યાદિ માસાનું