________________
શતક-૧૮: ઉદ્દેશક-૮
૪૪૭]
(૪) જ ના જ પાસ- જાણતા નથી અને દેખતા નથી. કેટલાક અધોવધિજ્ઞાની અવધિજ્ઞાન અને અવધિદર્શનના ઉપયોગ રહિત હોય ત્યારે જાણતા નથી અને દેખતા નથી. પરમાવધિજ્ઞાન – જે અવધિજ્ઞાન અલોકમાં લોક જેવડા અસંખ્ય ખંડ હોય, તો તેને જાણવાનું સામર્થ્ય ધરાવે છે, અને સૂક્ષ્મ કે સ્થલ સમસ્ત રૂપી પદાથોને જાણી શકે છે તેવા ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનને પરમાવધિજ્ઞાન કહે છે. પરમાવધિજ્ઞાન અપ્રતિપાતી હોય છે. તેના અપ્રતિપાતી હોવાના સંબંધમાં બે પ્રકારે અર્થ થાય છે(૧) ભવપર્યત નષ્ટ થાય નહીં (૨) કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પર્યત નષ્ટ થાય નહીં અર્થાત્ પરમાવધિજ્ઞાનીને તે જ ભવે કેવળજ્ઞાન થાય છે. આ બંને અર્થ સાપેક્ષ છે અને પ્રચલિત છે. નંદી સૂત્રમાં અવધિજ્ઞાનના ૬ ભેદોનું કથન છે. તેમાં એક ભેદ અપ્રતિપાતી અવધિજ્ઞાન છે, તે તદ્ભવની અપેક્ષાએ અપ્રતિપાતી છે. તેથી સ્પષ્ટ થાય છે કે જે પરમાવધિજ્ઞાન છે તે અવશ્ય અપ્રતિપાતી છે પરંતુ જે અપ્રતિપાતી અવધિજ્ઞાન છે તે પરમાવધિજ્ઞાન જ હોય તેવુ એકાંતે નથી. અલોકમાં લોક જેવડા અસંખ્ય ખંડ જાણવાનું સામર્થ્ય ધરાવે તે પરમાવધિજ્ઞાની હોય છે અને અલોકમાં એક પણ પ્રદેશ જાણવાનું સામર્થ્ય ધરાવે તે અપ્રતિપાતી અવધિજ્ઞાની હોય છે.
પરમાવધિજ્ઞાની અને કેવળજ્ઞાની પરમાણુથી લઈને અનંત પ્રદેશી ઢંધને જાણે છે અને દેખે છે, પરંતુ જે સમયે જાણે છે તે સમયે દેખતા નથી અને જે સમયે દેખે છે તે સમયે જાણતા નથી. કારણ કે જ્ઞાન અને દર્શન બંનેનો ઉપયોગ એક સમયે હોતો નથી.
છે શતક ૧૮/૮ સંપૂર્ણ છે
.