________________
[ ૪૪s |
શ્રી ભગવતી સૂત્ર-૪
છવાસ્થના પરમાણું આદિના જ્ઞાન વિષયક બે ભંગ:-પરમાણુથી અસંખ્યપ્રદેશ સુધીના પુગલ સ્કંધ સૂક્ષ્મ પરિણામી હોવાથી ચક્ષુગ્રાહ્ય નથી. તેથી તેના બે ભંગ આ પ્રમાણે થાય છે– (૧) બાપા નુ પત૬જાણે છે પણ દેખતા નથી. કેટલાક મનુષ્યો મતિ-શ્રુતજ્ઞાનથી પરમાણુ આદિને જાણે છે પરંતુ તે પરમાણુ આદિ ચક્ષુગ્રાહ્ય ન હોવાથી તેને દેખતા નથી. (૨) ખ ગાગડ઼ જ પસડૂ–જાણતા નથી અને દેખતા નથી. કેટલાક મનુષ્યોને પરમાણુ આદિ વિષયક મતિ-શ્રુતજ્ઞાન ન હોવાથી પરમાણુ આદિને જાણતા નથી અને તે ચક્ષુગ્રાહ્ય ન હોવાથી દેખતા પણ નથી. અનતખદેશી સ્કંધ વિષયક ચાર ભંગ :- અનંતપ્રદેશી બાદર અષ્ટસ્પર્શી સ્કંધ ચક્ષુગ્રાહ્ય બની શકે છે. તેથી તેના ચાર ભંગ આ પ્રમાણે થાય છે– (૧) નાગઃ પાદુ- જાણે છે દેખે છે. કેટલાક મનુષ્યો અનંતપ્રદેશી સ્કંધને, પર્વતાદિ સ્થૂલ પદાર્થોને મતિ-શ્રુતજ્ઞાનથી જાણે છે અને આંખથી દેખે છે. (૨) ગણદ ન પ૬– જાણે છે પણ દેખતા નથી. કેટલાક અંધ મનુષ્યો અનંતપ્રદેશી ઢંધને પર્વતાદિ સ્થલ પદાર્થોને મતિ-શ્રુતજ્ઞાનથી જાણે છે. પરંતુ અંધ હોવાથી તે વસ્તુને પ્રત્યક્ષ જોઈ શકતા નથી. ૩) જ નાદુ પાણ- જાણતા નથી પણ દેખે છે. ચૌરક્રિયાદિ જીવો આંખથી પર્વતાદિ સ્થલ પદાર્થોને દેખે છે. પરંતુ તેને મતિ-શ્રુતજ્ઞાન ન હોવાથી વિશેષ પ્રકારે જાણતા નથી. (૪) ગાળ છ પાણ- જાણતા નથી અને દેખતા નથી. બેઇન્દ્રિયાદિ જીવોને વિશેષ મતિ-શ્રુતજ્ઞાન ન હોવાથી પર્વતાદિ સ્થલ પદાર્થોને જાણતા નથી અને આંખના અભાવે દેખતા પણ નથી. અધોવધિજ્ઞાનીના પરમાણુ આદિના જ્ઞાન વિષયક બે ભંગઃ- પરમાવધિજ્ઞાનથી ન્યૂન અવધિજ્ઞાનને અધોવધિક કહે છે. અધોવધિજ્ઞાની પરમાણુ આદિ સૂક્ષ્મ રૂપી પદાર્થોને ચક્ષુથી કે અવધિ દર્શનથી જોઈ શકતા નથી. તેથી તેમાં છદ્મસ્થ મનુષ્યોની જેમ બે ભંગ અને અનંતપ્રદેશી સ્કંધના જ્ઞાન વિષયક ચાર ભંગ થાય છે. તે બે ભંગ આ પ્રમાણે છે– (૧) ના જ પાપ- જાણે છે પણ દેખતા નથી. અધોવધિજ્ઞાની અવધિજ્ઞાનથી પરમાણુ આદિ સૂક્ષ્મ સ્કંધને જોઈ શકતા નથી. તેથી મતિ-શ્રુતજ્ઞાનથી જાણે છે પરંતુ પરમાણુ આદિ અવધિદર્શન કે ચરિન્દ્રિયનો વિષય નહોવાથી દેખી શકતા નથી. (૨) ના પાસ– જાણતા નથી, દેખતા નથી. કેટલાક અધોવધિજ્ઞાનીને પરમાણુ આદિનું જ્ઞાન ન હોવાથી જાણતા પણ નથી અને પૂર્વવત્ દેખતા પણ નથી. અનંતપ્રદેશી બાદર-અષ્ટ સ્પર્શી સ્કંધના જ્ઞાન વિષયક ચાર ભંગ – અનંતપ્રદેશી બાદર સ્કંધને અધોવધિજ્ઞાની અવધિજ્ઞાનથી જાણી શકે અને અવધિદર્શનથી જોઈ શકે છે. તેના ચાર ભંગ આ પ્રમાણે છે(૧) બાપ - જાણે છે-દેખે છે. તે બાદર અંધ હોવાથી અવધિજ્ઞાનથી જાણે છે. અવધિદર્શનથી દેખે છે. (૨) નાગ પાસ– જાણે છે પણ દેખતા નથી. કેટલાક અધોવધિજ્ઞાની અવધિજ્ઞાનથી જાણે છે પણ અવધિદર્શનના ઉપયોગરહિત હોય ત્યારે જોઈ શકતા નથી. (૩) [ TU - જાણતા નથી પણ દેખે છે. કેટલાક અધોવધિજ્ઞાની અવધિજ્ઞાનના ઉપયોગ રહિત હોય ત્યારે જાણતા નથી પરંતુ અવધિદર્શનથી દેખે છે.