________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૮
[ ૪૪૫ ]
જાણે-દેખે છે કે જાણતા-દેખતા નથી? ઉત્તર- હે ગૌતમ! જે રીતે છપસ્થ મનુષ્યોનું કથન કર્યું, તે જ રીતે આધોવધિકનું કથન પણ સમજવું જોઈએ. આ રીતે યાવત્ અનંત પ્રદેશ સ્કંધ સુધી કથન કરવું જોઈએ. ११ परमाहोहिएणं भंते ! मणूसे परमाणुपोग्गलंजंसमयं जाणइतं समयं पासइ, जं समयं पासइ तं समयं जाणइ ? गोयमा !णो इणढे समढे।
सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ- परमाहोहिए णं मणुसे परमाणुपोग्गलंजं समयं जाणइ णोतं समयं पासइ, जं समयं पासइ णोतं समयं जाणइ?
गोयमा ! सागारे से णाणे भवइ, अणागारे से दसणे भवइ,सेतेणटेणं जावणोतं समयं जाणइ, एवं जावअणंतपएसियं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું પરમ અવધિજ્ઞાની મનુષ્ય, પરમાણુ પુદ્ગલને જે સમયે જાણે છે, તે જ સમયે દેખે છે? અને જે સમયે દેખે છે, તે સમયે જ જાણે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી.
પ્રશ્ન- હે ભગવન્!તેનું શું કારણ છે કે પરમાવધિજ્ઞાની મનુષ્ય પરમાણુ પુદ્ગલને જે સમયે જાણે છે, તે સમયે દેખતા નથી અને જે સમયે દેખે છે, તે સમયે જાણતા નથી ?
ઉત્તર- હે ગૌતમ! પરમાવધિજ્ઞાનીને સાકારોપયોગ રૂપ જ્ઞાન હોય છે અને અનાકારોપયોગ રૂપ દર્શન હોય છે. તે બંને ઉપયોગમાંથી એક સમયે એક જ ઉપયોગ હોઈ શકે છે. તેથી કહ્યું છે કે પરમાવધિજ્ઞાની જે સમયે જાણે છે તે સમયે દેખતા નથી અને જે સમયે દેખે છે, તે સમયે જાણતા નથી. આ રીતે અનંત પ્રદેશી સ્કંધ સુધી જાણવું જોઈએ. १२ केवली णं भंते ! मणुस्से परमाणुपोग्गलं, पुच्छा ? गोयमा !जहा परमाहोहिएतहा केवली वि जावअणंतपएसियं ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવળજ્ઞાની પરમાણુ યુગલને જે સમયે જાણે છે, તે સમયે દેખે છે, જે સમયે દેખે છે તે સમયે જાણે છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે પરમાવધિજ્ઞાનીના વિષયમાં કથન કર્યું, તે જ રીતે કેવળજ્ઞાનીના વિષયમાં પણ કહેવું જોઈએ. આ રીતે યાવત્ અનંત પ્રદેશ સ્કંધ પર્યત કથન કરવું જોઈએ. ! હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં છદ્મસ્થ, અવધિજ્ઞાની અને કેવળજ્ઞાનીના જ્ઞાન સામર્થ્ય-અસામર્થ્ય નિરૂપિત છે. અહીં છદ્મસ્થ શબ્દથી નિરતિશય જ્ઞાની(સામાન્ય મતિ, શ્રુતજ્ઞાની)નું ગ્રહણ થાય છે. ગાગાસઃ-જાણવું અને જોવું. આગમોમાં આ બંને શબ્દોનો પ્રયોગ અનેક સ્થાને થયો છે. પ્રસંગાનુસાર તેના અર્થ થાય છે. નાગ૬-જાણવું. (૧) સાકારોપયોગ– જ્ઞાનનો ઉપયોગ તે જાણવું (૨) મતિ-કૃત આદિ જ્ઞાનથી પદાર્થનો વિશેષ બોધ થવો. પ -જોવું (૧) અનાકારોપયોગ રૂ૫ દર્શનથી જોવું (૨) ચક્ષુગ્રાહ્ય વસ્તુને ચક્ષુરિન્દ્રિયથી સાક્ષાત જોવી.
છદ્મસ્થના પ્રસંગમાં ગાબડુનો અર્થ ‘મતિ–શ્રુતજ્ઞાનથી જાણવું અને પાડ્યો અર્થ ‘ચક્ષુરિન્દ્રિયથી જોવું” તે પ્રમાણે થાય છે.