________________
४४४
શ્રી ભગવતી સત્ર-૪
યથાતથ્ય વર્ણન છે.
અન્યતીર્થિકોએ ગૌતમ સ્વામી આદિ જૈન શ્રમણો પર એકાંત બાલ હોવાનો આક્ષેપ મૂક્યો કે જૈન શ્રમણો ચાલતી વખતે જીવહિંસા કરે છે. તેથી તેઓ એકાંત બાલ છે. ત્યારે ગૌતમ સ્વામીએ તેનો આક્ષેપપૂર્વક ઉત્તર આપ્યો- conયં નો વરીય વપડુત્ર વિસ્તવવાનો= જૈન શ્રમણો કોઈપણ યોગિક પ્રવૃત્તિ વિવેક અને ઉપયોગપૂર્વક જ કરે છે. તેઓ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિના પ્રયોજનથી જ ગમનાદિ કરે છે, પ્રયોજન વિના ગમનાગમન કરતા નથી. જ્યારે ગમનાગમન કરે ત્યારે પણ જીવરક્ષાના લક્ષ્મપૂર્વક ચંચળતા રહિત, કુતૂહલ રહિત અને શીવ્રતારહિત, ઈર્ષા સમિતિપૂર્વક ગમન કરે છે. આ રીતે અહિંસાનું સંપૂર્ણ લક્ષ્ય હોવાથી જૈન શ્રમણો બાલ નથી. પરંતુ અન્યતીર્થિકોની જીવનચર્યામાં અહિંસાધર્મનું બરોબર પાલન થતું નથી, તેથી તેઓ જ એકાંત બાલ છે. ગૌતમ સ્વામીનો તાર્કિક અને નિડરતાપૂર્વકનો ઉત્તર સાંભળીને અન્યતીર્થિકો નિરુત્તર થઈને ચાલ્યા ગયા. પ્રભુ મહાવીરે અન્ય શ્રમણોને નીડરતાપૂર્વક તાર્કિક રીતે સત્ય પ્રગટ કરવાની પ્રેરણા આપવા ગૌતમ સ્વામીની પ્રશંસા કરી. છદ્મસ્થ અને કેવળીનું પરમાણુ આદિને જાણવાનું સામર્થ્ય:|७ छउमत्थे णं भंते ! मणूसे परमाणुपोग्गलं किं जाणइ पासइ, उदाहुण जाणइण पासइ? गोयमा ! अत्थेगइए जाणइ,ण पासइ; अत्थेगइए ण जाणइ,ण पासइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! છદ્મસ્થ મનુષ્ય પરમાણુ યુગલને જાણે-દેખે છે? કે જાણતા દેખતા નથી? ઉત્તર- હે ગૌતમ! કોઈ જાણે છે પરંતુ દેખતા નથી અને કોઈ જાણતા પણ નથી અને દેખતા પણ નથી.
८ छउमत्थेणं भंते !मणूसे दुपएसियंबंध किं जाणइ पासइ? गोयमा ! एवं चेव । एवं जावअसंखेज्जपएसिय । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું છઘસ્થ મનુષ્ય ક્રિપ્રદેશ સ્કંધને જાણે-દેખે છે કે જાણતા-દેખતા નથી? ઉત્તર- હે ગૌતમ!પરમાણુની સમાન જાણવું. આ રીતે યાવત્ અસંખ્યાત પ્રદેશ સ્કંધ સુધી જાણવું જોઈએ. | ९ छउमत्थेणं भंते ! मणूसे अणंतपएसियंखधं पुच्छा । गोयमा ! अत्थेगइए जाणइ पासइ, अत्थेगइए जाणइ ण पासइ, अत्थेगइए ण जाणइ पासइ, अत्थेगइए ण जाणइ ण પાલા ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! છાસ્થ મનુષ્ય અનંત પ્રદેશી ઢંધને જાણે-દેખે છે કે જાણતા-દેખતા નથી? ઉત્તર- હે ગૌતમ! (૧) કોઈ જાણે છે અને દેખે છે (૨) કોઈ જાણે છે પરંતુ દેખતા નથી (૩) કોઈ જાણતા નથી પરંતુ દેખે છે (૪) કોઈ જાણતા નથી અને દેખતા પણ નથી. १० आहोहिए णं भंते ! मणुस्से परमाणुपोग्गलं, पुच्छा? गोयमा ! जहा छउमत्थे। एवं आहोहिए वि जावअणतपएसिय । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું આધોવધિક(પરમ અવધિજ્ઞાનીથી ન્યૂન) મનુષ્ય પરમાણુ પુદ્ગલને