________________
શતક-૧૮: ઉદ્દેશક-૮
૪૪૩
ત્યારે પ્રાણીઓને કચડતા નથી યાવતુ પીડા પહોંચાડતા નથી. અમે ગમન કરીએ છીએ ત્યારે કાયાથી સંયમ યોગનું વહન કરતાં, પ્રાણીઓને જોઈ-જોઈને, વિશેષ સાવધાનીપૂર્વક જોઈ-જોઈને ગમન કરીએ છીએ. આ રીતે સાવધાની પૂર્વક જોઇ-જોઇને ગમન કરતા અને પ્રાણીઓને કચડતા નથી યાવત પીડિત કરતા નથી. તેથી અમે ત્રિવિધ-ત્રિવિધ યાવત એકાંત પંડિત છીએ. હે આર્યો ! તમે જ સ્વયં ત્રિવિધ-ત્રિવિધે અસંયત, અવિરત યાવત એકાન્ત બાલ છો.
५ तएणं ते अण्णउत्थिया भगवंगोयम एवं वयासी-केणं कारणेणं अज्जो ! अम्हे तिविहं तिविहेणं जावभवामो । तएणं भगवंगोयमेते अण्णउत्थिए एवं वयासी-तुब्भे णं अज्जो !रीयंरीयमाणा पाणे पेच्चेह जावउद्दवेह, तए णं तुब्भे पाणे पेच्चमाणा जाव उद्दवेमाणा तिविहं जावएगंतबाला यावि भवह । तए णं भगवंगोयमेते अण्णउत्थिए एवं पडिहणइ, पडिहणित्ता जेणेव समणे भगवं महावीरेतेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइणमंसइ, वंदित्ता णमसित्ता णच्चासण्णे जावपज्जुवासइ । ભાવાર્થ - અન્યતીર્થિકોએ ગૌતમ સ્વામીનું કથન સાંભળીને આ પ્રમાણે કહ્યું- હે આર્ય! અમે કઈ રીતે ત્રિવિધ-ત્રિવિધ અસંયત, અવિરત યાવત એકાંત બાલ છીએ? ત્યારે ગૌતમ સ્વામીએ તે અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! તમે ગમન કરતાં પ્રાણીઓને કચડો છો યાવત્ પીડિત કરો છો, જીવોને કચડતા, પીડિત કરતા તમે ત્રિવિધ-ત્રિવિધ અસંયત, અવિરત યાવતુ એકાંત બાલ છો.
તમ સ્વામી તે અન્યતીર્થિકોને નિરુત્તર કરીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવીને, ભગવાનને વંદના નમસ્કાર કરીને, ન અતિ દૂર, ન અતિ નિકટ લાવત્ પર્યુપાસના કરવા લાગ્યા.
६ गोयमा ! त्ति समणे भगवं महावीरे भगवं गोयम एवं वयासी-सुठु णं तुम गोयमा!ते अण्णउत्थिए एवं वयासी,साहुणंतुमंगोयमा !ते अण्णउत्थिए एवं वयासी, अत्थि णंगोयमा ! ममं बहवे अंतेवासी समणा णिग्गंथा छउमत्था, जेणं णो पभूएयं वागरणं वागरेत्तए, जहाणं तुमं,तंसुठुणं तुमंगोयमा !ते अण्णउत्थिए एवं वयासी, साहुणंतुमंगोयमा !ते अण्णउत्थिए एवं वयासी । तएणं भगवंगोयमे समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हद्वतुढे समणं भगवंमहावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता પર્વવયાની ભાવાર્થ:- હે ગૌતમ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહ્યું- હે ગૌતમ ! તમે અન્યતીર્થિકોને યોગ્ય કહ્યું છે. હે ગૌતમ! તમે તે અન્યતીર્થિકોને યથાર્થ કહ્યું છે. હે ગૌતમ ! મારા અનેક શિષ્ય શ્રમણ-નિગ્રંથ છદ્મસ્થ છે, જે તમારી જેમ ઉત્તર આપવામાં સમર્થ નથી. હે ગૌતમ ! તેથી તમે અન્યતીર્થિકોને યોગ્ય કહ્યું છે, હે ગૌતમ! તમે તે અન્યતીર્થિકોને અત્યંત યોગ્ય(સુંદર) કહ્યું છે. જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું – ત્યારે ગૌતમ સ્વામીએ હષ્ટ-તુષ્ટ થયા અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં અન્યતીર્થિકોનો શ્રમણો પરનો આક્ષેપ અને ગૌતમ સ્વામી દ્વારા તેના નિરાકરણનું