________________
४४८
શ્રી ભગવતી સત્ર-૪
શિતક-૧૮ઉદ્દેશક-૯ જેજે સંક્ષિપ્ત સાર
જે આ ઉદ્દેશકમાં સર્વ દંડકોમાં ભવી દ્રવ્ય જીવ અને તેની સ્થિતિનું પ્રતિપાદન છે.
ભવિષ્યની પર્યાયનું વર્તમાનમાં કથન કરવું તે “ભવી દ્રવ્ય” કહેવાય છે. જે મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય નરકમાં ઉત્પન્ન થવાનો હોય, તેને વર્તમાનમાં ભરી દ્રવ્ય નારક કહેવાય છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. ક્રોડપૂર્વથી અધિક સ્થિતિવાળા મનુષ્યો અને તિર્યંચો યુગલિક છે અને યુગલિક મરીને નરકગતિમાં જતા નથી. તેથી તે સ્થિતિનું અહીં કથન કર્યું નથી. * જે મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય ભવિષ્યમાં દેવગતિમાં ઉત્પન્ન થવાના હોય, તેને ભરી દ્રવ્ય દેવ કહે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પત્યની છે કારણ કે ત્રણ પલ્યની સ્થિતિવાળા યુગલિકો દેવગતિમાં ઉત્પન્ન થાય છે. * જે મનુષ્ય, તિર્યંચ કે દેવ પૃથ્વી, પાણી કે વનસ્પતિમાં ઉત્પન્ન થવા હોય, તેને ભવી દ્રવ્ય પૃથ્વી આદિ કહે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક બે સાગરોપમની છે. ઈશાન કલ્પના દેવો પૃથ્વી આદિમાં ઉત્પન્ન થઈ શકે છે. તેની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન છે. * જે મનુષ્ય કે તિર્યંચ, તેલ, વાઉમાં ઉત્પન્ન થવાના હોય તેને ભવી દ્રવ્ય તેલ કે વાઉં કહે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે. ક્રોડપૂર્વથી અધિક સ્થિતિવાળા મનુષ્ય અને તિર્યંચ યુગલિક હોય છે અને યુગલિકો તેઉ કે વાયુમાં ઉત્પન્ન થતાં નથી. કે જે મનષ્ય કે તિર્યંચ ત્રણ વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થવાના હોય, તેને ભવી દ્રવ્ય વિકસેન્દ્રિય કહે છે. તેની સ્થિતિ પણ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. * ચારે ગતિના જીવોમાંથી જે જીવો તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થવાના હોય, તેને ભરી દ્રવ્ય તિર્યંચ પંચેન્દ્રિય કહે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ(સાતમી નારકીની અપેક્ષા) ૩૩ સાગરોપમની છે. * તેઉકાય અને વાયુકાયના જીવને છોડીને શેષ ૨૨ દંડકમાંથી જે જીવો મનુષ્યમાં ઉત્પન્ન થવાના હોય, તેને ભવી દ્રવ્ય મનુષ્ય કહે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ(અનુત્તર વિમાનની અપેક્ષા) ૩૩ સાગરોપમની છે.