________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૮
[ ૪૪૧ |
શતક-૧૮: ઉદ્દેશક-૮
અણગાર
ઉપયોગ પૂર્વક ગમન કરનારને લાગતી ક્રિયા :| १ रायगिहे जाव एवं वयासी- अणगारस्स णं भंते ! भावियप्पणो पुरओ दुहओ जुगमायाए पेहाएरीयंरीयमाणस्स पायस्स अहे कुक्कुडपोएवा वट्टापोए वा कुलिंगच्छाए वा परियावज्जेज्जा,तस्सणं भंते ! किंईरियावहिया किरिया कज्जइ,संपराइया किरिया
गोयमा ! अणगारस्सणंभावियप्पणो जावतस्सणंईरियावहिया किरिया कज्जइ, णो संपराइया किरिया कज्जइ।
सेकेणगुणं भंते ! एवं वुच्चइ-जहा सत्तमसए संवुडुद्देसए जावअट्ठो णिक्खित्तो ॥सेवं भंते ! सेवं भंते ! ॥ त्ति भगवंगोयमे जावविहरइ । तए णं समणे भगवं महावीरे जावबहिया जणवय विहार विहरइ। શબ્દાર્થ - પોમરઘીનું બચ્ચું વાવો-બતકનું બચ્ચું ાિછા-કીડી જેવા સૂક્ષ્મ જંતુઓ પાયજ્ઞ = પગ નીચે પરિયાવનેન્ના = પરિતાપિત થઈ જાય, આવી જાય, મરી જાય. ભાવાર્થ:- પ્રશ્ન– રાજગૃહ નગરમાં યાવત ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! સામેના અને બંને બાજુના પ્રદેશને ધુંસર પ્રમાણ (ચાર હાથ પ્રમાણ) જોઈને ગમન કરતા ભાવિતાત્મા અણગારના પગની નીચે મરઘીનું બચ્ચું, બતકનું બચ્ચું અથવા કીડી જેવા સૂક્ષ્મ જંતુ દબાઈને મરી જાય, હે ભગવન્! તો તે અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે કે સાંપરાયિકી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે ભાવિતાત્મા અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તેને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી.?
ઉત્તર- હે ગૌતમ ! શતક-૭/૧ સંવૃત્ત ઉદ્દેશક અનુસાર સંપૂર્ણ ઉત્તર જાણવો જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. / એમ કહી ગૌતમ સ્વામી યાવતું વિચારવા લાગ્યા. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિહાર કરી અન્ય ક્ષેત્રોમાં વિચારવા લાગ્યા. વિવેચન :
જે ભાવિતાત્મા અણગારના ક્રોધાદિ કષાયો નષ્ટ થઈ ગયા છે, તેવા અગિયારમા બારમા