________________
४४०
શ્રી ભગવતી સૂત્ર-૪
શિતક-૧૮: ઉદ્દેશક-૮ જે સંક્ષિપ્ત સાર
જે આ ઉદ્દેશકમાં ભાવિતાત્મા અણગારને લાગતી ક્રિયા, અન્યતીર્થિકો સાથે ગૌતમ સ્વામીનો સંવાદ, છઘસ્થ અને કેવળીનું પરમાણુ આદિને જાણવાનું સામર્થ્ય, વગેરે વિષયોનું નિરૂપણ છે. * જેના કષાયો ઉપશાંત છે તેવા અણગાર ઉપયોગપૂર્વક ગમન કરતા હોય, તેના પગ નીચે કોઈ પણ જીવજંતુ દબાઈ જાય તેમ છતાં તે અણગારને ઐર્યાપથિક ક્રિયા લાગે છે. કારણ કે કષાય રહિત વીતરાગીને મન, વચન અને કાયાના યોગજન્ય સામાન્ય-વિશેષ પ્રવર્તનથી થનારી ક્રિયારૂપ ઐર્યાપથિક ક્રિયા જ લાગે છે. સાંપરાયિક ક્રિયા અર્થાત્ પ્રાણાતિપાતિકી આદિ ક્રિયા સકષાયી જીવોને જ લાગે છે. * અન્યતીર્થિકોએ ગૌતમ સ્વામી સમક્ષ જૈન શ્રમણો પર આક્ષેપ મૂકયો કે જૈન શ્રમણો ગમનાદિ ક્રિયા કરતાં કેટલા ય જીવજંતુઓને કચડી નાંખે છે, તેને પીડા પહોંચાડે છે. આ રીતે અહિંસાધર્મનું યથાવત્ પાલન થતું ન હોવાથી તેઓ એકાંત બાલ છે. ગૌતમસ્વામીએ તાર્કિક યુક્તિથી શ્રમણોની જીવનચર્યા સમજાવીને અન્યતીર્થિકોને નિરુત્તર કર્યા– જૈન શ્રમણો પાદ વિહાર કરે છે. તે ઉપરાંત સંપૂર્ણ રીતે જીવદયાની ભાવનાપૂર્વક, સંયમી જીવનના નિર્વાહાર્થે જ સાવધાનીપૂર્વક ગુમનાદિ ક્રિયા કરે છે. તે પોતાના નિર્વાહા અન્ય જીવોને પીડા પહોંચાડતા નથી. તે અહિંસાધર્મનું સંપૂર્ણપણે પાલન કરે છે. તેથી જૈન શ્રમણો એકાંત બાલ નથી પરંતુ એકાંત પંડિત છે. અન્યતીર્થિકોની ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ ન હોવાથી તેઓ એકાંત બાલ છે. * પરમાણુ યુગલ અત્યંત સૂક્ષ્મ હોવાથી ચક્ષુગ્રાહ્ય નથી. શ્રુતજ્ઞાનના માધ્યમથી છદ્મસ્થ મનુષ્યને તેનું જ્ઞાન થઈ શકે છે. (૧) કેટલાક છઘ0ો શ્રુતજ્ઞાનના ઉપયોગ સહિત હોય તો પરમાણુ યુગલને જાણે છે પણ પ્રત્યક્ષ જોઈ શકતા નથી. કારણ કે શ્રુતજ્ઞાનમાં દર્શનનો અભાવ છે. (૨) કેટલાક મનુષ્યો શ્રુતજ્ઞાનના ઉપયોગ રહિત હોય તો પરમાણુ પુદ્ગલને જાણતા નથી અને દેખતા પણ નથી. આ રીતે અસંખ્યાત પ્રદેશી સ્કંધ સુધી જાણી-દેખી શકતા નથી. * અનંત પ્રદેશ સ્કંધને જાણવા અને દેખવાના ચાર વિકલ્પ છે– (૧) કેટલાક છાસ્થો અનંત પ્રદેશી સ્કંધને શ્રુતજ્ઞાનથી જાણે છે અને ચક્ષુ દ્વારા દેખે છે. (૨) કેટલાક જાણે છે પણ ચક્ષુના અભાવમાં દેખતા નથી. (૩) કેટલાક જાણતા નથી પણ દેખે છે. જેમ કે- દૂર રહેલા પર્વત વગેરે સ્પર્શેન્દ્રિય દ્વારા અગ્રાહ્ય છે. તેથી તેના સ્પર્શદિને જાણતા નથી પરંતુ ચક્ષુ દ્વારા દૂરથી જોઈ શકે છે. (૪) કેટલાક જાણતા નથી અને દેખતા પણ નથી. * આધોવધિજ્ઞાની(પરમાવધિજ્ઞાનીથી ન્યૂનજ્ઞાની) મનુષ્યનું કથન પણ છદ્મસ્થની સમાન છે. પરમાવધિજ્ઞાની અને કેવળી પરમાણુ યુગલને જાણે છે અને દેખે છે પરંતુ જે સમયે જાણે છે તે સમયે દેખતા નથી અને જે સમયે દેખે છે તે સમયે જાણતા નથી કારણ કે જ્ઞાનોપયોગથી પદાર્થ જણાય અને દર્શનોપયોગથી દેખાય છે. આ બંને ઉપયોગ એક સમયે હોતા નથી. તેથી તેના દ્વારા થતું જ્ઞાન અને દર્શન પણ એક સમયે થતું નથી.