________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૭
૪૩૯ |
વર્ષોમાં ક્ષય કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! વાણવ્યંતર દેવો અનંત કર્માશોને એક સો વર્ષમાં ક્ષય કરે છે. અસુરેન્દ્રને છોડીને શેષ ભવનપતિ દેવો અનંત કર્માશોને બસો વર્ષોમાં ક્ષય કરે છે. અસુરકુમાર દેવો અનંત કર્માશોને ત્રણસો વર્ષોમાં, ગ્રહ, નક્ષત્ર અને તારા રૂપ જ્યોતિષી દેવો અનંત કર્માશોને ચારસો વર્ષોમાં જ્યોતિષી દેવોના ઇન્દ્ર, જ્યોતિષરાજ ચંદ્ર અને સૂર્ય અનંત કર્માશોને પાંચ સો વર્ષોમાં ક્ષય કરે છે.
સૌધર્મ અને ઈશાન કલ્પના દેવો અનંત કર્માશોને એક હજાર વર્ષોમાં ક્ષય કરે છે. સનકુમાર અને માહેન્દ્ર કલ્પના દેવો અનંત કર્માશોને બે હજાર વર્ષોમાં ક્ષય કરે છે. બ્રહ્મલોક અને લાત્તક કલ્પના દેવો અનંત કર્માશોને ત્રણ હજાર વર્ષોમાં ક્ષય કરે છે. મહાશુક્ર અને સહસાર કલ્પના દેવો અનંત કર્માશોને ચાર હજાર વર્ષોમાં ક્ષય કરે છે. આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પના દેવો અનંત કર્માશોને પાંચ હજાર વર્ષોમાં, અધસ્તન ગ્રેવયકના દેવો અનંત કર્માશોને એક લાખ વર્ષોમાં; ક્ષય કરે છે. મધ્યમ ગ્રેવયકના દેવો બે લાખ વર્ષોમાં, ઉપરિમ ગ્રેવયકના દેવો ત્રણ લાખ વર્ષોમાં વિજય, વિજયંત, જયંત અને અપરાજિત આ ચાર અનુત્તર વિમાનના દેવો ચાર લાખ વર્ષોમાં અને સર્વાર્થસિદ્ધના દેવો પાંચ લાખ વર્ષોમાં અનંત કર્માશોનો ક્ષય કરે છે. આ રીતે હે ગૌતમ! એ પ્રકારના સૂત્રોક્ત અસુરાદિ દેવો છે, જે અનંત કર્માશોને જઘન્ય એક સો, બસો, ત્રણ સો, ઉત્કૃષ્ટ પાંચસો વર્ષોમાં ક્ષય કરે છે. સૂત્રોક્ત દેવલોકના દેવો છે જે ઉત્કૃષ્ટ પાંચ હજાર વર્ષોમાં તે પુણ્યાંશોનો ક્ષય કરે છે અને તે ગૌતમ ! સૂત્રોક્ત અનુત્તર વિમાનના દેવો ઉત્કૃષ્ટ પાંચ લાખ વર્ષમાં તે પુણ્યાશોનો ક્ષય કરે છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. /. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચારે જાતિના દેવો દ્વારા અનંત કર્માશોને ક્ષય થવાનું કાલમાન સ્પષ્ટ કર્યું છે.
ચારે જાતિના દેવો પુણ્યના ઉદયને ભોગવે છે. પરંતુ કર્મશાસ્ત્રના નિયમાનુસાર જે કર્મ મંદવિપાકમંદરસવાળું હોય તે શીઘ્રતાથી ભોગવાય જાય છે અને જે કર્મ તીવ્ર વિપાક-તીવ્રરસવાળું હોય તે શીઘ્રતાથી ભોગવાતું નથી.
પ્રત્યેક દેવોના કર્મો ભિન્ન ભિન્ન હોય છે. શાસ્ત્રકારે તેની તીવ્રતા મંદતાના આધારે તેના ક્ષયનું કાલમાન બતાવ્યું છે. જેમ કે વ્યંતરોના અનંત પુણ્ય કર્મ મંદ રસવાળા હોવાથી તેનો શીઘ્ર ક્ષય થાય છે. તેની અપેક્ષાએ નવનિકાયના દેવોના અનંત પુણ્યકર્મ તીવ્ર રસવાળા હોવાથી તેને ક્ષય થતાં અધિક સમય લાગે છે. આ રીતે ઉત્તરોત્તર અનુત્તર વિમાન સુધીના દેવોના પુણ્યકર્મ તીવ્રતર અને તીવ્રતમ રસવાળા હોવાથી તેનો ક્ષય થતાં ઉત્તરોત્તર અધિક સમય લાગે છે. તે સર્વનું કાલમાન સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
()
| શતક ૧૮/o સંપૂર્ણ પા
(ત