________________
[ ૪૩૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪ શબ્દાર્થ-જવી શરીરનીવહુડાનો એક જ જીવથી પૃષ્ટ-સંબદ્ધ.
२१ तेसिणं भंते ! बोंदीणं अंतरा किं एगजीवफुडा अणेग-जीवफुडा? गोयमा ! एगजीवफुडा, णो अणेगजीवफुडा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે શરીરોની મધ્યનો અંતરાલ ભાગ શું એક જીવથી સંબંધિત હોય છે કે અનેક જીવોથી સંબંધિત હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે શરીરોની વચ્ચેનો અંતરાલ ભાગ એક જીવથી સંબંધિત હોય છે, અનેક જીવોની સાથે સંબંધિત હોતો નથી.
२२ पुरिसे णं भंते ! अंतरे णं हत्थेण वा, एवं जहा अट्ठमसए तइए उद्देसए जावणो खलु तत्थ सत्थंकमइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કોઈ પુરુષ, તે શરીરના અંતરાલોને પોતાના હાથ કે પગથી સ્પર્શ કરતા યાવત્ તીક્ષ્ણ શસ્ત્રથી છેદતા અલ્પ પણ પીડા ઉત્પન્ન કરી શકે છે?
ઉત્તર- હે ગૌતમ ! શતક-૮/૩ની સમાન યાવત તે શરીરો વચ્ચેના અંતરાલમાં રહેલા આત્મ પ્રદેશો ઉપર શસ્ત્ર અસર કરી શકતું નથી. વિવેચન :
દેવો પરસ્પર સંગ્રામ નિમિત્તે વૈક્રિય શક્તિથી હજારો શરીર બનાવે છે. તે શરીરો ભિન્ન-ભિન્ન હોય છે. તે શરીરો વચ્ચે અંતરાલ ભાગ પણ હોય છે. તેમ છતાં તે એક જ જીવની વિક્ર્વણા હોવાથી વૈક્રિય કરનાર એક જ જીવથી સંબંધિત હોય છે અને તે હજારો અંતરાલને કોઈ પણ શસ્ત્ર અસર કરતા નથી. વિસ્તૃત વિવેચન માટે જુઓ– શતક-૮૩. દેવાસુર સંગ્રામ અને તેના શસ્ત્રો:
२३ अस्थि णं भंते ! देवासुराणं संगामे, देवासुराणं संगामे ? हंता गोयमा ! अस्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવ અને અસુરોનો સંગ્રામ થાય છે? ઉત્તર-હા, ગૌતમ થાય છે. २४ देवासुरेसुणं भंते ! संगामेसु वट्टमाणेसु किण्णं तेसिं देवाणं पहरणरयणत्ताए परिणमइ? गोयमा !जण्णं ते देवा तणंजा कटुंवा पत्तं वा सक्कर वा परामुसति तणं तेसिंदेवाणं पहरण रयणत्ताए परिणमइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યારે દેવ અને અસુરોનો સંગ્રામ થાય છે, ત્યારે તે દેવોની કઈ વસ્તુ શસ્ત્રરત્નરૂપે પરિણત થાય છે?
ઉત્તરહે ગૌતમ! તણખલું, લાકડી, પાન અથવા કાંકરા આદિ જે વસ્તુનો તે દેવો સ્પર્શ કરે છે, તે વસ્તુ તે દેવોના શસ્ત્રરત્નરૂપે પરિણત થઈ જાય છે.
२५ भंते ! जहेव देवाणं तहेव असुरकुमाराणं? गोयमा ! णो इणढे समढे, असुरकुमाराणं देवाणं णिच्चं विउव्विया पहरणरयणा पण्णत्ता ।