________________
શતક-૧૮ : ઉદ્દેશક-૭
૪૩૭
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે રીતે દેવોને માટે કોઈ પણ વસ્તુ સ્પર્શ માત્રથી શસ્ત્રરૂપે પરિણત થઈ જાય છે, તે રીતે શું અસુરોને પણ થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી. અસુરકુમાર દેવોને તો સદા વૈક્રિયકૃત શસ્ત્ર જ હોય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં દેવાસુર સંગ્રામનું અને સંગ્રામ સમયના શસ્ત્રનું નિરૂપણ કર્યું છે.
સામાન્ય રીતે જૈનાગમોમાં સર્વ જાતિના દેવો માટે 'દેવ' શબ્દ પ્રયુક્ત છે. પરંતુ અહીં ભવનપતિ અને વ્યંતર જાતિના દેવો માટે અસુર શબ્દ અને જ્યોતિષી અને વૈમાનિક જાતિના દેવો માટે દેવ શબ્દ પ્રયુક્ત થયો છે. ઈર્ષ્યા અને દ્વેષવશ દેવ અને અસુરનો સંગ્રામ થાય છે. સંગ્રામ શસ્ત્ર સાધ્ય હોય છે. તેથી પ્રસ્તુતમાં શસ્ત્ર સંબંધી પ્રશ્નોત્તર છે. દેવોને શસ્ત્ર સંયોગ પણ પુણ્યાધીન હોય છે. જ્યોતિષી અને વૈમાનિક દેવોને ઉચ્ચ પ્રકારનું પુણ્ય હોય છે. તેથી તે દેવો જે વસ્તુનો સ્પર્શ કરે તે શસ્ત્રરૂપે પરિણત થઈ જાય છે. તેની અપેક્ષાએ ભવનપતિ આદિ દેવોનું પુણ્ય અલ્પ હોય છે. તેથી તેને પૂર્વ વિકુર્વિત શસ્ત્રો જ ઉપયોગમાં આવે છે, અન્ય કોઈ પણ વસ્તુ સ્પર્શ માત્રથી તેઓ માટે શસ્ત્રરૂપે પરિણત થતી નથી.
મહદ્ધિક દેવોનું ગમન સામર્થ્ય :
२६ देवे णं भंते ! महिड्डीए जाव महासोक्खे पभू लवणसमुद्दे अणुपरियट्टित्ताणं હવ્વમાન∞િત્તમ્ ? ગોયમા ! હતા પમૂ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મહર્ષિક યાવત્ મહાસુખી દેવ, લવણ સમુદ્રની ચારે તરફ ફરીને શીઘ્ર પાછા આવવામાં સમર્થ છે. ઉત્તર– હા, ગૌતમ ! તે પ્રમાણે કરવામાં સમર્થ છે.
| २७वे णं भंते ! महिड्डीए एवं धायइसंड दीवं, पुच्छा ? गोयमा ! हंता पभू, एवं जाव रुयगवरं दीवं । तेण परं वीइवएज्जा, णो चेव णं अणुपरियट्टेज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મહર્ષિક યાવત્ મહાસુખી દેવ, ધાતકીખંડ દ્વીપની ચારે તરફ ફરીને શીઘ્ર પાછા આવવામાં સમર્થ છે ? ઉત્તર- હા, ગૌતમ ! સમર્થ છે. આ રીતે યાવત્ રુચકવર દ્વીપ સુધી ચારે તરફ ફરીને પાછા આવવામાં સમર્થ છે. તેનાથી આગળના દ્વીપસમુદ્રમાં એક દિશામાં જઈને આવી શકે છે પરંતુ ચારે દિશામાં તેની પરિક્રમા કરવામાં સમર્થ નથી.
દેવોનો કર્મક્ષય કાળ ઃ
२८ अत्थि णं भंते! देवा जे अणते कम्मंसे जहण्णेणं एक्केण वा दोहिं वा तीहिं वा, उक्कोसेणं पंचहिं वाससएहिं खवयंति ? गोयमा ! हंता अस्थि ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું આ પ્રકારના દેવ છે કે જે અનંત શુભ કર્માંશોને જઘન્ય એક સો વર્ષ, બસો, ત્રણસો અને ઉત્કૃષ્ટ પાંચ સો વર્ષમાં ક્ષય કરે છે ? ઉત્તર– હા, ગૌતમ ! એ પ્રકારના દેવ છે. | २९ अस्थि भंते ! ते देवा जे अनंते कम्मंसे जहण्णेणं एक्केण वा दोहिं वा तीहिं वा, उक्कोसेणं पंचहिं वाससहस्सेहिं खवयंति ? गोयमा ! हंता अत्थि ।