________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૭
૪૩૫ |
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મદ્રક શ્રમણોપાસક અને અન્યતીર્થિકો વચ્ચે થયેલા સંવાદને અને પ્રભુ દ્વારા કરેલી મદ્રુક શ્રાવકની પ્રશંસાનું નિરૂપણ છે.
મદ્રક શ્રમણોપાસકે અન્યતીર્થિકોના પ્રશ્નોનો તાર્કિક રીતે ઉત્તર આપ્યો કે છઘસ્થોએ પ્રત્યક્ષ ન જણાવા છતાં પણ જગતના કેટલાક ન દેખાતા પદાર્થોનું અસ્તિત્વ શાસ્ત્રના કથનાનુસાર સ્વીકારવું આવશ્યક છે.
વ્યક્તિ કેવલિભાષિત તત્ત્વને યથાર્થ સમજ્યા વિના પોતાના મંતવ્ય અનુસાર કોઈ પણ વિષયની ખંડના કે તિરસ્કાર કરે તો તે કેવળીની અને કેવળી પ્રરૂપિત ધર્મની આશાતના કરે છે. પ્રસ્તુત સૂત્રોમાં શ્રમણોપાસકની ધર્મશ્રદ્ધા અને તેનું તાત્ત્વિક જ્ઞાન સામર્થ્ય પ્રગટ થાય છે અને મુમુક્ષુ આત્માઓને સૂક્ષ્મ અન્નેય તત્ત્વો માટે અખૂટ શ્રદ્ધા રાખવાની પ્રેરણા મળે છે. મદ્રક શ્રમણોપાસકનું ભવિષ્યઃ१८ भंते !त्ति भगवंगोयमेसमणं भगवंमहावीरंवंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी-पभूणं भंते ! महुए समणोवासए देवाणुप्पियाणं अंतियं जावपव्वइत्तए?
- गोयमा ! णो इणढे समढे । एवं जहेव संखे तहेव अरुणाभे जावसव्व दुक्खाणं अंतं काहिइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એમ કહીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું- ભગવન્! શું મદ્રક શ્રમણોપાસક આપ દેવાનુપ્રિયની સમીપે પ્રજ્યા ગ્રહણ કરવામાં સમર્થ છે?
ઉત્તર-હે ગૌતમ! તેમ શક્ય નથી. ઇત્યાદિ શતક-૧૨/૧માં શંખ શ્રમણોપાસકના વર્ણનની સમાન જાણવું યાવત્ અરુણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરીને, સર્વ દુઃખોનો અંત કરશે. વૈક્રિયકૃત હજારો શરીરમાં એક આત્મા - |१९ देवेणं भंते !महिड्डिए जावमहासोक्खेरूवसहस्सं विउव्वित्ता पभूअण्णमण्णेणं सद्धिं संगामित्तए? गोयमा !हता पभू । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મહર્દિક યાવત મહાસુખી દેવ, હજારો રૂપોની વિદુર્વણા કરીને પરસ્પર સંગ્રામ કરવામાં સમર્થ છે? ઉત્તર- હા, ગૌતમ ! સમર્થ છે.
२० ताओ णं भंते! बोंदीओ किं एगजीवफुडाओ अणेगजीवफुडाओ? गोयमा! एगजीवफुडाओ,णो अणेगजीवफुडाओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈક્રિયકૃત તે અનેક શરીર, શું એક જીવની સાથે સંબંધિત હોય છે કે અનેક જીવોની સાથે સંબંધિત હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સર્વ શરીર એક જીવ સાથે સંબંધિત હોય છે, અનેક જીવો સાથે સંબંધિત હોતા નથી.