________________
૪૧૬
શ્રી ભગવતી સૂત્ર-૪
महाकम्मतराए चेव जावमहावेयणतराए चेव तत्थणंजेसे अमायिसम्म दिट्टिउववण्णए णेरइए सेणं अप्पकम्मतराए चेव जाव अप्पवेयणतराए चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! બે નૈરયિકો એક નરકાવાસમાં નૈરયિકપણે ઉત્પન્ન થયા, તેમાંથી એક નૈરયિક મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાવાળા હોય છે અને એક નૈરયિક અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પાશ્રવ અને અલ્પવેદનાવાળા હોય છે. હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! નરયિકોના બે પ્રકાર છે, યથા- માયી મિથ્યાદષ્ટિરૂપે ઉત્પન્ન અને અમાથી સમ્યગુદષ્ટિ રૂપે ઉત્પન્ન. તેમાંથી જે માયી મિથ્યાદષ્ટિરૂપે ઉત્પન્ન નૈરયિક છે, તે મહાકર્મી યાવત મહાવેદનાવાળા હોય છે અને જે અમાયી સમ્યગૃષ્ટિરૂપે ઉત્પન્ન નૈરયિક છે, તે અલ્પકર્મી યાવત્ અલ્પવેદનાવાળા હોય છે. | ४ दोभते ! असुरकुमारा,पुच्छा?गोयमा !एवं चेव । एवंएगिदियविगलिंदियवज्ज जाववेमाणिया। ભાવાર્થ :- પ્રશ્ન- બે અસુરકુમારોના વિષયમાં મહાકર્મ આદિ વિષયક પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત ભેદથી સમજવું જોઈએ. આ રીતે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમાન સ્થાનમાં રહેલા જીવોના કર્મ, ક્રિયા, આશ્રવ, અને વેદનાની તરતમતાનું નિરૂપણ કર્યું છે.
મહાકર્મ આદિનું કારણ મિથ્યાદષ્ટિ અને અલ્પકર્મ આદિનું કારણ સમ્યગુદષ્ટિ છે. મિથ્યાદષ્ટિ જીવો ભારે કર્મી અને અજ્ઞાની હોય છે. સમ્યગદષ્ટિ જીવો અલ્પ કર્મી અને જ્ઞાની હોય છે.
એકેન્દ્રિય જીવો એકાંત મિથ્યાત્વી છે અને વિકસેન્દ્રિય જીવોમાં સાસ્વાદન સમકિત હોવા છતાં તે મિથ્યાત્વાભિમુખ હોવાથી તેને મિથ્યાત્વજનિત ક્રિયા આદિ લાગે છે. આ રીતે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયમાં સમ્યગુદર્શન સાપેક્ષ અલ્પકર્મતાની સંભાવના નથી. તે સર્વ જીવો મહાકર્માદિવાળા એક સમાન છે. તેથી અહીં એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયને છોડીને શેષ દંડકના બે-બે જીવોનું તુલનાત્મક કથન કર્યું છે. વર્તમાન અને આગામી ભવની અપેક્ષાએ આયુષ્યવેદન - | ५ णेरइएणंभंते !अणंतरंउव्वट्टित्ताजे भविएपंचिंदियतिरिक्खजोणिएसुववज्जित्तए से णं भंते ! कयरं आउयं पडिसंवेदेइ ?
गोयमा ! णेरइयाउयं पडिसंवेदेइ, पंचिंदियतिरिक्खजोणियाउए से पुरओकडे चिट्ठइ, एवं मणुस्सेसु वि, णवरंमणुस्साउए से पुरओ कडे चिट्ठइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે નૈરયિક એક સમય પછી મરણ પામીને તરત જ પંચેન્દ્રિય તિર્યંચ યોનિકમાં ઉત્પન્ન થવાનો છે, તે કયા આયુષ્યનું વેદન કરે છે?
ઉત્તર– હે ગૌતમ! તે નૈરયિક આયુષ્યનું વેદન કરે છે અને પંચેન્દ્રિય તિર્યંચ યોનિકના આયુષ્યને