________________
શતક-૧૮: ઉદ્દેશક-૫
- ૪૧૭
ઉદયાભિમુખ થઈને રહે છે. આ રીતે મનુષ્યના વિષયમાં પણ સમજવું જોઈએ. વિશેષતા એ છે કે તેમનુષ્યના આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. |६ असुरकुमारा णं भंते ! अणंतरं उव्वट्टित्ता जे भविए पुढविकाइएसु उववज्जित्तए, પુછી ?
गोयमा ! असुरकुमाराउयं पडिसंवेदेइ, पुढविकाइयाउए से पुरओ कडे चिट्ठइ । एवंजो जहिं भविओ उववज्जित्तए, तस्सतंपुरओकडं चिट्ठइ, जत्थ ठिओतपडिसंवेदेइ जाववेमाणिए, णवरं पुढविकाइए पुढविकाइएसु उववज्जइ, पुढविकाइयाउयं पडिसंवेदेइ, अण्णेय से पुढविक्काइयाउए पुरओ कडे चिटुइ, एवं जावमणुस्सो सट्ठाणे उववाएयव्वो, परहाणे तहेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે અસુરકુમાર દેવ મરીને તરત જ પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થવાના હોય, તે કયા આયુષ્યનું વેદન કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે અસુરકુમારના આયુષ્યનું વેદન કરે છે અને પૃથ્વીકાયિક આયુષ્યને ઉદયાભિમુખ કરીને રહે છે. આ રીતે જે જીવ જ્યાં ઉત્પન્ન થવાના હોય, તે તેના આયુષ્યને ઉદયાભિમુખ કરે છે અને જ્યાં સ્થિત હોય, ત્યાંના આયુષ્યનું વેદન કરે છે. આ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ. વિશેષતા એ છે કે જે પૃથ્વીકાયિક જીવ, પૃથ્વીકાયિકમાં જ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે પૃથ્વીકાયિક પોતાના આયુષ્યનું વેદન કરે છે અને અન્ય પુથ્વીકાયિક આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. આ રીતે યાવતું મનુષ્ય સુધી સ્વસ્થાનમાં ઉત્પત્તિના વિષયમાં જાણવું જોઈએ. પરસ્થાનમાં ઉત્પત્તિના વિષયમાં પૂર્વવત્ જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તૂત સૂત્રોમાં એક સૈદ્ધાત્તિક તથ્યને પ્રગટ કર્યું છે. કોઈ પણ જીવને જે ભવ સંબંધી આયુષ્યનો ઉદય હોય, જે ભવ સંબંધી શરીર ધારણ કર્યું હોય, જે શરીરમાં સ્થિત હોય, તેના અંતિમ સમય સુધી તે જીવ તે ભવના આયુષ્યનું જ વેદન કરે છે.
જ્યારે આ ભવનું આયુષ્ય પૂર્ણ થઈ જાય, જીવ આ શરીરને છોડીને જે સમયે નીકળે, તેના પછીના સમયે(અર્થાત્ તેની વાટે વહેતી અવસ્થાથી) જ આગામી ભવના આયુષ્યનો ઉદય થાય છે.
જે જીવ સ્વસ્થાનમાં જ ઉત્પન્ન થવા યોગ્ય હોય અર્થાત્ પૃથ્વીકાય મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે જીવ વર્તમાનમાં પૂર્વે બાંધેલા પૃથ્વીકાયના આયુષ્યને ભોગવે છે અને શરીર છોડી મૃત્યુ પામ્યા પછી આગામી ભવના પૃથ્વીકાયના આયુષ્યને ભોગવે છે. આ રીતે ઔદારિક દંડકોમાં સ્વસ્થાન સંબંધી આયુષ્ય વેદના થાય છે. દેવોનું વિદુર્વણા સામર્થ્ય - [७ दो भंते ! असुरकुमारा एगसि असुरकुमारावासंसि असुरकुमारदेवत्ताए उववण्णा, तत्थणंएगेअसुरकुमारेदेवेउज्जुयंविउव्विस्सामीति उज्जुयंविउब्वइ,कंविउव्विस्सामीति