________________
શતક-૧૮ : ઉદ્દેશક-૫
પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે ? કે જે વિભૂષિત શરીરી છે, તે પ્રસન્નતા ઉત્પન્ન કરે છે યાવત્ મનોહર હોય છે અને જે અવિભૂષિત શરીરી છે, તે પ્રસન્નતા ઉત્પન્ન કરતા નથી યાવત્ મનોહર હોતા નથી.
૪૧૫
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે આ મનુષ્ય લોકમાં બે પુરુષ હોય, તેમાંથી એક પુરુષ આભૂષણોથી અલંકૃત અને વિભૂષિત હોય અને એક અલંકૃત અને વિભૂષિત ન હોય, હે ગૌતમ ! તો આ બંને પુરુષોમાં કયો પુરુષ પ્રસન્નતા ઉત્પન્ન કરનાર યાવત્ મનોહર હોય છે અને કયો પુરુષ પ્રસન્નતા ઉત્પન્ન ન કરનાર યાવત્ મનોહર નથી ? શું અલંકૃત અને વિભૂષિત છે તે કે જે અલંકૃત અને વિભૂષિત નથી તે ?
હે ભગવન્ ! તે બંને પુરુષોમાં જે અલંકૃત અને વિભૂષિત છે, તે પ્રસન્નતા ઉત્પન્ન કરનાર યાવત્ મનોહર હોય છે અને જે પુરુષ અલંકૃત અને વિભૂષિત નથી તે પ્રસન્નતા ઉત્પન્ન કરનાર યાવત્ મનોહર નથી. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે– તે અસુરકુમાર યાવત્ મનોહર નથી.
२ दो भंते! णागकुमारा देवा एगंसि जागकुमारावासंसि पुच्छा ? गोयमा ! एवं चेव जावथणियकुमारा । वाणमंतर - जोइसिय- वेमाणिया वि एवं चेव ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું બે નાગકુમાર દેવો, એક નાગકુમારવાસમાં, નાગકુમાર દેવપણે ઉત્પન્ન થયા તેમાંથી એક નાગકુમાર દેવ પ્રસન્નતા ઉત્પન્ન કરનાર યાવત્ મનોહર છે અને બીજા નાગકુમાર દેવ પ્રસન્નતા ઉત્પન્ન ન કરનાર યાવત્ મનોહર નથી. ?
ઉત્તર– હે ગૌતમ ! પૂર્વોક્ત રૂપે સમજવું જોઈએ. આ રીતે સ્તનિત કુમાર સુધી જાણવું જોઈએ અને વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકના વિષયમાં પણ આ જ રીતે જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં એક આવાસમાં ઉત્પન્ન થયેલા બે ભવનપતિ દેવોના રૂપમાં ભિન્નતાનું કારણ સ્પષ્ટ કર્યું છે. એક જ આવાસમાં ઉત્પન્ન થયેલા બે દેવોમાં પ્રસન્નતા, સુંદરતા અને મનોહરતાની ભિન્નતાનું કારણ શરીરની શોભા-વિભૂષા છે. આમ તો પ્રત્યેક દેવને ભવધારણીય વૈક્રિય શરીર છે. તેથી પ્રસ્તુત પ્રસંગમાં વૈક્રિય શરીરનો અર્થ વિભૂષિત શરીર સમજવું જોઈએ.
કોઈ પણ દેવ જ્યારે દેવ શય્યામાં ઉત્પન્ન થયા પછી અલંકાર સભામાં જઈને અલંકાર આદિ ધારણ કરીને વિભૂષિત થાય છે ત્યારે તે દેવ વિશેષ દર્શનીય, સુંદર અને મનોહર લાગે છે અને જ્યાં સુધી તે દેવે શોભા-વિભૂષા ન કરી હોય ત્યાં સુધી તે દેવ અપેક્ષાએ દર્શનીય, સુંદર અને મનોહર પ્રતીત થતા નથી.
દેવોનું શરીર સ્વાભાવિક રીતે સુંદર જ હોય છે. તેથી સૂત્રોક્ત કથન આપેક્ષિક(સાપેક્ષ) સમજવું. બે જીવોમાં અલ્પકર્મ-મહાકર્મ આદિના કારણઃ
३ दो भंते ! णेरइया एगंसि णेरइयावासंसि णेरइयत्ताए उववण्णा, तत्थ णं एगे णेरइए महाकम्मतराए चेव जाव महावेयणतराए चेव; एगे णेरइए अप्पकम्मतराए चेव जाव अप्पवेयणतराए चेव; से कहमेयं भंते ! एवं ?
गोयमा ! णेरइया दुविहा पण्णत्ता, तं जहा- मायिमिच्छदिट्ठिउववण्णगा य अमायिसम्मदिट्ठिउववण्णगा य । तत्थ णं जे से मायिमिच्छदिट्टिउववण्णए णेरइए से णं