________________
૪૦૬
શ્રી ભગવતી સત્ર-૪
શતક-૧૮: ઉદ્દેશક-૪ જેજ સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં જીવના પરિભોગ્ય-અપરિભોગ્ય દ્રવ્યોનું, ચાર પ્રકારની રાશિનું અને અગ્નિકાયના જીવોનું નિરૂપણ છે. * જીવ જ્યાં સુધી કર્મયુક્ત છે ત્યાં સુધી પુદ્ગલજન્ય ભાવોનો અને અન્ય સશરીરી જીવોનો ભોગ કરે છે. * ૧૮ પાપસ્થાનની પ્રવૃત્તિ, પાંચ સ્થાવરના જીવો અને બાદર કલેવરધારી બેઇન્દ્રિયાદિના શરીર, આ ૨૪ બોલ જીવને માટે પરિભોગ્ય છે. * ૧૮ પાપની વિરતિ, પરમાણુ પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીર રહિત જીવ, અને શૈલીશી અવસ્થાને પ્રાપ્ત અણગાર અયોગી કેવળી, તે ૨૪ બોલ જીવને માટે અપરિભોગ્ય છે. * ગણના રાશિના ચાર પ્રકાર છે– કૃતયુગ્મ, વ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ. (૧) જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતા શેષ ચાર, ત્રણ, બે અથવા એક રહે તેને ક્રમશઃ કૂતયુગ્મ ચોજ, દ્વાપર યુગ્મ અને કલ્યોજ કહે છે. * વનસ્પતિકાયના જીવોને છોડીને શેષ ૨૩દંડકના જીવો જઘન્ય કૃતયુગ્મ રાશિ પ્રમાણ છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ નારકો, દેવો, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો વ્યોજ રાશિ પ્રમાણ છે. પૃથ્વીકાય આદિ ચાર સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય જીવો દ્વાપર યુગ્મ રાશિ પ્રમાણ છે. મધ્યમરૂપે ૨૩ દંડકના જીવો ચારે રાશિ પ્રમાણ હોય છે. * વનસ્પતિ અને સિદ્ધના જીવો અનંત છે. તેની જઘન્ય કે ઉત્કૃષ્ટ સંખ્યા નિયત નથી. તેથી તે અજઘન્યોત્કૃષ્ટ ચારે રાશિ પ્રમાણ હોય છે. * ચારે જાતની દેવી, તિર્યંચ સ્ત્રી અને મનુષ્ય સ્ત્રી જઘન્ય અને ઉત્કૃષ્ટ કૃતયુગ્મ રાશિ પ્રમાણ અને અજઘન્યોત્કૃષ્ટ ચારે રાશિ પ્રમાણ હોય છે. * અલ્પકવતિ(અગ્નિકાયના જીવો) અલ્પાયુષ્યવાળા અને દીર્ધાયુષ્યવાળા જીવોની રાશિ સમાન હોય છે.