________________
૪૦૪
શ્રી ભગવતી સૂત્ર–૪
પાપકર્મમાં ભેદ :
१९ जीवाणं भंते! पावे कम्मे जे य कडे, जावजे य कज्जिस्सइ, अत्थि याइ तस्स केइ બાબન્ને ? હતા અત્યિા
सेकेणणं भंते! एवं वुच्चइ- जीवाणं पावे कम्मे कज्जिस्स, अत्थियाइ तस्स णाणत्ते ?
'य कडे जाव जे य
मागंदियपुत्ता ! से जहाणामए केइ पुरिसे धणुं परामुसइ, धणुं परामुसित्ता उसुं परामुसइ, उसुं परामुसित्ता ठाणं ठाइ, ठाणं ठाएत्ता आययकण्णाययं उसुं करेइ, आययकण्णाययं उसुं करेत्ता उड्ड वेहासं उव्विहइ, से णूणं मागंदियपुत्ता ! तस्स उसुस्स उड्ड वेहासं उव्वीढस्स समाणस्स एयइ वि णाणत्तं जावतं तं भावं परिणमइ वि णाणत्तं ?
हंता भगवं ! एयइ विणाणत्तं जाव परिणमइ वि णाणत्तं, से तेणट्टेणं मागंदियपुत्ता! एवं वच्चइ-जावतं तं भावं परिणमइ वि णाणत्तं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જીવે જે પાપકર્મ કર્યા છે, કરે છે અને કરશે; શું તેમાં પરસ્પર ભેદ છે? ઉત્તર– હા !, માકન્દીયપુત્ર ! તેમાં પરસ્પર ભેદ છે.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જીવે જે પાપકર્મ કર્યા છે, કરે છે અને કરશે તેમાં પરસ્પર
ભેદ છે?
ઉત્તર– હે માન્દકીયપુત્ર ! જે રીતે કોઈ પુરુષ ધનુષને ગ્રહણ કરીને બાણ ગ્રહણ કરે, તેને ધનુષ પર ચઢાવીને પછી કાન પર્યંત ખેંચીને ઉપર આકાશમાં તીર છોડે; હે માકન્દીયપુત્ર ! શું તે આકાશમાં ઊંચા ફેંકેલા તે બાણના કંપન ગમન આદિ ક્રિયામાં યાવત્ પરિણમનમાં ભેદ થાય છે ? હા, ભગવન્ ! તેના કંપનમાં યાવત્ તે તે પ્રકારના પરિણમનમાં ભેદ થાય છે. તે જ રીતે હે માકન્દીયપુત્ર ! એ પ્રમાણે કહ્યું છે કે યાવત્ તે કર્મોના તે-તે રૂપે પરિણમનમાં પણ ભેદ છે.
२० णेरइया णं भंते ! पावे कम्मे जे य कडे, पुच्छा ? गोयमा ! एवं चेव । एवं जाव वेमाणियाणं ।
ભાવાર્થ::- પ્રશ્ન-હે ભગવન્ ! નૈરયિકોએ જે પાપકર્મ કર્યા છે, કરે છે અને કરશે, શું તે પાપકર્મમાં ભેદ છે ? ઉત્તર– હા, માકન્દીયપુત્ર ! તેમાં ભેદ છે. આ જ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં જીવો દ્વારા ભૂતકાળમાં કરેલા, વર્તમાનમાં કરાતા અને ભવિષ્યમાં કરાશે તે પાપકર્મોના પરિણામોમાં પરસ્પરની ભિન્નતાને ધનુષ-બાણ ફેંકવાના દષ્ટાંતથી સમજાવી છે.
જે રીતે એક જ પુરુષ જુદા-જુદા સમયે બાણ ફેંકે ત્યારે તેના પ્રયત્નની તરમતાના આધારે તેના કંપનમાં તરતમતા થાય છે. તે જ રીતે એક જ પુરુષના ત્રૈકાલિક પરિણામોમાં તીવ્રતા, મંદતા આદિ ભેદ હોવાથી કર્મોમાં પણ ભેદ થાય છે.