________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૩
૪૦૩]
વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં બંધના ભેદ-પ્રભેદ કરી, ૨૪ દંડક વિષે તેની પ્રરૂપણા કરી છે. દ્રવ્યબંધ-ભાવ બંધઃ- પ્રસ્તુતમાં પુદ્ગલ દ્રવ્યના બંધની પ્રમુખતાથી દ્રવ્ય બંધનું કથન છે અને જીવને થતા કર્મ બંધની મુખ્યતાથી ભાવ બંધનું કથન છે. લાખ આદિ સ્નિગ્ધ પદાર્થોથી અથવા રસ્સી આદિથી દ્રવ્યોનો જે પરસ્પર બંધ થાય તેને દ્રવ્યબંધ કહે છે. તેમજ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના પ્રદેશોનો જે અન્યોન્યબંધ થાય તે પણ દ્રવ્યબંધ છે. તેના બે પ્રકાર છે. (૧) પ્રયોગબંધઃ- જીવના પ્રયોગથી દ્રવ્યોનો જે બંધ થાય તે પ્રયોગ બંધ છે. તેના બે ભેદ છે. શિથિલ બંધ અને ગાઢબંધ. ઘાસના પૂળા આદિનો બંધ શિથિલબંધ છે અને રથચક્રાદિનો બંધ ગાઢ બંધ છે. (૨) વિસસાબંધ:- સ્વાભાવિક રૂપે જે બંધ થાય તેને વિસસાબંધ કહે છે. તેના બે ભેદ છે– સાદિ અને અનાદિ. વાદળો આદિનો પરસ્પર બંધ થવો તે સાદિ વિસસા બંધ છે અને ધર્માસ્તિકાય આદિના પ્રદેશોનો પરસ્પર બંધ અનાદિ વિસસા બંધ છે. ભાવબંધ:- મિથ્યાત્વ આદિ ભાવો દ્વારા જીવની સાથે કર્મોનો જે બંધ થાય તેને ભાવબંધ કહે છે. ભાવબંધના ભેદ-પ્રભેદ-ભાવબંધના બે ભેદ છે– મુલપ્રતિબંધ અને ઉત્તરપ્રકૃતિબંધ. મૂલપ્રકૃતિબંધના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ આઠ ભેદ છે તથા ઉત્તર પ્રકૃતિબંધના ૧૨૦ ભેદ છે. જીવોની યોગ્યતા પ્રમાણે કર્મપ્રકૃતિઓનો બંધ થાય છે, બંધના ભેદ-પ્રભેદ માટે જુઓ– શતક-૮/૯. બંધના ભેદ-પ્રભેદ દર્શક યંત્ર -
બંધના ભેદ-પ્રભેદ દર્શક
બંધ
દ્રવ્યબંધ
ભાવબંધ (જીવના પરિણામથી થતો કર્મબંધ)
પ્રયોગબંધ
વિસસાબંધ (જીવના પ્રયોગથી થતો બંધ) (સ્વાભાવિક રીતે થતો બંધ)
મૂલ પ્રકૃતિબંધ (જ્ઞાનાવરણીયાદિ
આઠ ભેદ)
ઉત્તર પ્રકૃતિ બંધ (૧૨૦ ભેદ)
શિથિલબંધ (ઘાસના પૂળાનો બંધ)
વિસસાબંધ (રથ ચકાદિનો બંધ)
સાદિ વિસસાબંધ (મેઘ ધનુષ-વાદળા
આદિનો બંધ)
અનાદિ વિસસાબંધ (ધર્માસ્તિકાયાદિના પ્રદેશોનો બંધ)