________________
श्री भगवती सूत्र -४
सणीभूया दुविहा पण्णत्ता तं जहा - उवउत्ता अणुवडत्ता य । तत्थ णं जे ते अणुवउत्ता ते ण जाणंति ण पासंति, आहारेति । तत्थ णं जे ते उवउत्ता ते जाणंति पासंति आहारेति । से तेणद्वेणं मागंदिय पुत्ता ! एवं वुच्चइ - अत्थेगइया ण जाणंति, ण पासंति, आहारैति; अत्थेगइया जाणंति, पासंति, आहारैति । वाणमंतर - जोइसिया जहा णेरइया ।
४००
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું મનુષ્ય, નિર્જરાના પુદ્ગલોને જાણે-દેખે છે અને આહાર રૂપે ગ્રહણ કરે છે ? કે જાણતા નથી, દેખતા નથી અને આહાર રૂપે ગ્રહણ પણ કરતા નથી ?
ઉત્તર– હે માકંદીય પુત્ર ! કેટલાક મનુષ્ય જાણે છે, દેખે છે અને આહાર રૂપે ગ્રહણ કરે છે તથા કેટલાક જાણતા નથી, દેખતા નથી, પરંતુ આહાર રૂપે ગ્રહણ કરે છે.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે કેટલાક મનુષ્ય જાણે છે, દેખે છે અને આહારરૂપે ગ્રહણ કરે છે તથા કેટલાક જાણતા નથી, દેખતા નથી, પરંતુ આહાર રૂપે ગ્રહણ કરે છે ?
ઉત્તર– હે માર્કદીય પુત્ર ! મનુષ્યના બે પ્રકાર છે– સંશીભૂત અને અસંશીભૂત. જે અસંશીભૂત છે, તે જાણતા નથી, દેખતા નથી પરંતુ આહારરૂપે ગ્રહણ કરે છે. જે સંશીભૂત છે, તે બે પ્રકારના છે. યથાઉપયોગ સહિત અને ઉપયોગ રહિત. તેમાં જે ઉપયોગ રહિત છે તે જાણતા નથી, દેખતા નથી પરંતુ આહારરૂપે ગ્રહણ કરે છે અને જે ઉપયોગ સહિત છે, તે જાણે છે, દેખે છે અને આહારરૂપે ગ્રહણ કરે છે. તેથી હે માર્કદીય પુત્ર ! એ પ્રમાણે કહ્યું છે કે કેટલાક મનુષ્યો જાણતા નથી, દેખતા નથી અને આહારરૂપે ગ્રહણ કરે છે તથા કેટલાક જાણે છે, દેખે છે અને આહારરૂપે ગ્રહણ કરે છે. વ્યતર અને જ્યોતિષી દેવોનું કથન નૈયિકોની સમાન જાણવું જોઈએ.
१० मायाणं भंते ! ते णिज्जरापोग्गले किं जाणंति, पुच्छा ?
मागंदिय पुत्ता ! जहा मणुस्सा, णवरं वेमाणिया दुविहा पण्णत्ता, तं जहामायिमिच्छादिट्ठी-उववण्णगा य अमायिसम्मदिट्ठीउववण्णगा य । तत्थ णं जे ते मायिमिच्छादिट्ठी - उववण्णगा ते णं ण जाणंति ण पासंति आहारेंति । तत्थ णं जे ते अमायिसम्मदिट्ठी-उववण्णगा ते दुविहा पण्णत्ता, तं जहा - अणंतरोववण्णगा य परंपरोववण्णगा य । तत्थ णं जे ते अणंतरोववण्णगा ते णं ण जाणंति ण पासंति आहारैति । तत्थ णं जे ते परंपरोववण्णगा ते दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । तत्थ णं जे ते अपज्जत्तगा ते णं ण जाणंति, ण पासंति, आहारैति । तत्थ णं जे ते पज्जत्तगा ते दुविहा पण्णत्ता, तं जहा - उवडत्ता य अणुवउत्ता य । तत्थ णं जे ते अणुवत्ता ते णं ण जाणंति ण पासंति आहारेति । तत्थ णं जे ते उवउत्ता ते णं जाणंति, पासंति, आहारेंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું વૈમાનિક દેવ તે નિર્જરાના પુદ્ગલોને જાણે-દેખે છે અને આહારરૂપે ગ્રહણ કરે છે ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે માકંદીય પુત્ર ! મનુષ્યોની સમાન વૈમાનિક દેવોના વિષયમાં પણ જાણવું જોઈએ.