________________
શતક-૧૮: ઉદ્દેશક-૩
૪૦૧
વિશેષતા એ છે કે વૈમાનિક દેવોના બે પ્રકાર છે– (૧) માયી-મિથ્યાદષ્ટિ અને (૨) અમાયી સમ્યગુદષ્ટિ. જે માયી- મિથ્યાદષ્ટિ દેવ છે, તે નિર્જરાના પુદ્ગલોને જાણતા-દેખતા નથી પરંતુ આહારરૂપે ગ્રહણ કરે છે અને જે અમાયી સમ્યગદષ્ટિ છે, તેના પણ બે પ્રકાર છે. યથા- અનન્તરોપપન્નક અને પરંપરોપપન્નક. તેમાં અનન્તરોપપન્નક(પ્રથમ સમયોત્પન્ન) જાણતા-દેખતા નથી પરંતુ આહાર રૂપે ગ્રહણ કરે છે, જે પરંપરોપપન્નક છે, તેના પણ બે પ્રકાર છે– પર્યાપ્તક અને અપર્યાપ્તક. જે અપર્યાપ્તક છે તે જાણતા-દેખતા નથી, પરંતુ આહાર રૂપે ગ્રહણ કરે છે. પર્યાપ્તકના બે પ્રકાર છે. યથા- ઉપયોગ સહિત અને ઉપયોગ રહિત. તેમાં જે ઉપયોગ રહિત છે તે જાણતા નથી, દેખતા નથી, પરંતુ આહાર રૂપે ગ્રહણ કરે છે અને જે ઉપયોગ સહિત છે તે જાણે છે, દેખે છે અને આહાર રૂપે ગ્રહણ કરે છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રોમાં કર્મ નિર્જરાના સૂક્ષ્મ પુદ્ગલોનું જ્ઞાન કોને થાય છે? તેમાં રહેલી વિવિધતાને કોણ જાણી શકે છે? તદૃવિષયક પ્રશ્નોત્તર છે. જેના સમાધાન માટે પ્રજ્ઞાપના સૂત્રના પંદરમાં પદના પ્રથમ ઇન્દ્રિયોદ્દેશકનો અતિદેશ કર્યો છે. બાળપણ-કર્મનિર્જરા થયેલા પુદ્ગલો સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થાય છે. તેને કેવળી ભગવાન તો જાણે જ છે પરંતુ છદ્મસ્થ જીવોમાં જે વિશિષ્ટ અવધિજ્ઞાની અને ઉપયોગ સહિત હોય તે જ જીવ સૂક્ષ્મ નિર્જરાના પગલોને અને તેમાં રહેલી તારતમ્યતાને કે વિવિધતાને જાણે-દેખે છે. અન્ય જીવો જાણી શકતા નથી. તેથી જ ૨૪ દંડકોના જીવોમાંથી નારકી, દશ ભવનપતિ, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય તેમજ વ્યંતર અને જ્યોતિષી દેવોને વિશિષ્ટ અવધિજ્ઞાન ન હોવાથી તે સૂક્ષ્મ પુદ્ગલોને જાણી-દેખી શકતા નથી.
મનુષ્યોમાં જે વિશિષ્ટ અવધિજ્ઞાની અને ઉપયોગ સહિત હોય તેઓ સૂમ નિર્જરાના પુગલોને જાણી, દેખી શકે છે. વૈમાનિક દેવોમાં સમ્યગ્દષ્ટિ, પરંપરોપપન્નક, પર્યાપ્ત અને વિશિષ્ટ અવધિજ્ઞાનના ઉપયોગયુક્ત દેવો જ તે સૂક્ષ્મ નિર્જરાના પુદ્ગલોને જાણી-દેખી શકે છે. મહારે -આહાર રૂપે ગ્રહણ.૨૪ દંડકના જીવો તે ચરમ નિર્જરાના પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે છે કારણ કે જીવને કોઈ પણ પુદ્ગલના ગ્રહણમાં તેના જ્ઞાનની આવશ્યક્તા હોતી નથી. જીવ તેને જાણે કે ન જાણે પરંતુ પોતાની યોગ્યતા અનુસાર આહાર યોગ્ય પગલોને આહારરૂપે ગ્રહણ કરે છે. કર્મ પુદ્ગલ નિર્જરિત થયા પછી તરત જ આહાર આદિ કોઈ પણ વર્ગણા રૂપે પરિણામાંતરને પ્રાપ્ત થઈ શકે છે. દ્રવ્યબંધ અને ભાવબંધના ભેદ-પ્રભેદ - ११ कइविहे णं भंते ! बंधे पण्णत्ते ? मागंदियपुत्ता ! दुविहे बंधे पण्णत्ते, तं जहादव्वबधेय भावबधेय। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! બંધના કેટલા પ્રકાર છે? ઉત્તર- હેમાકદીયપુત્ર! બંધના બે પ્રકાર છે. યથા-દ્રવ્યબંધ અને ભાવબંધ. १२ दव्वबंधे णं भंते ! कइविहे पण्णत्ते ? मागंदियपुत्ता ! दुविहे पण्णत्ते, तं जहापओगबंधेयवीससाबंधेय। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્યબંધના કેટલા પ્રકાર છે? ઉત્તર- હેમાકદીયપુત્ર! બે પ્રકાર છે,