________________
| ૩૯૮ ]
શ્રી ભગવતી સત્ર-૪
हता मार्गदियपुत्ता ! अणगारस्स णं भावियप्पणो जावओगाहित्ताणं चिट्ठति । ભાવાર્થ - ત્યાર પછી માન્દીયપુત્ર અણગાર પોતાની ઉત્થાન શક્તિથી ઊઠને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે આવ્યા અને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું
પ્રશ્ન- હે ભગવન્! સર્વ કર્મોને વેદતા, સર્વ કર્મોની નિર્જરા કરતા, સર્વ મરણથી મરતા અને સમસ્ત શરીરને છોડતા તથા ચરમ કર્મને વેદતા, ચરમ કર્મની નિર્જરા કરતા, ચરમ મરણથી મરતા, ચરમ શરીરને છોડતા અને મારણાંતિક કર્મોને વેદતા, મારણાંતિક કર્મોની નિર્જરા કરતા, મારણાંતિક મરણથી મરતા અને મારણાંતિક શરીરને છોડતા ભાવિતાત્મા અણગારના જે ચરમ નિર્જરાના પુદ્ગલો છે, શું તે પુદ્ગલો સૂક્ષ્મ છે? અને શું તે પુલો સમગ્ર લોકને અવગાહન કરીને રહ્યા છે?
ઉત્તર- હા, માકન્દીયપુત્ર! ભાવિતાત્મા અણગારના તે ચરમનિર્જરાના પુગલો સૂક્ષ્મ છે અને તે સમગ્રલોકને અવગાહન કરીને રહ્યા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નિર્જરાના પુદ્ગલની સૂક્ષ્મતાનું અને સમગ્ર લોકમાં તેના અવગાહનને નિરૂપિત કર્યું છે. ભાવિતાત્મા અણગાર:- જ્ઞાનાદિથી જેનો આત્મા ભાવિત કે વાસિત છે તેને ભાવિતાત્મા અણગાર કહે છે. અહીં ભાવિતાત્મા અણગારથી કેવળીનું ગ્રહણ થાય છે.
કેવળી ભગવાનના અંતક્રિયા સમયના સર્વ કર્મ ક્ષયના પુલો અત્યંત સૂક્ષ્મ હોય છે. તેથી તે પુગલો સમગ્ર લોકમાં વ્યાપ્ત થઈ શકે છે.
સૂત્રકારે અંતક્રિયા સમયના કર્મ પુલોની અંતિમ અવસ્થાને સૂચિત કરવા ભિન્નભિન્નવિશેષણોનો પ્રયોગ કર્યો છે. સર્વકર્મ વેદન = કેવળીને ભવોપગ્રાહી ચાર(વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર) કર્મો હોય છે. તેમાંથી અહીં વેદનીય, નામ અને ગોત્ર તે ત્રણ કર્મનું ગ્રહણ થાય છે. કારણ કે આયુષ્ય કર્મનું કથન સર્વમરણના અનુસંધાનમાં કરાય છે. તેથી તે ત્રણ કર્મ સર્વકર્મ પદથી વાચ્ય છે. તે કર્મોનો અનુભવ કરવો અથવા તે કર્મોને ભોગવવા, તે સર્વકર્મ વેદન છે. સર્વકર્મ નિર્જરા વિપાકોદય અને પ્રદેશોદય દ્વારા વેદન થયા પછી સર્વ ભવોપગ્રાહી કર્મોનો એકદેશથી ક્ષય થવો તે. સર્વમરણ - સર્વ આયુષ્ય દલિકોની અપેક્ષાએ અંતિમ મરણ સર્વમરણ છે. સર્વ શરીર ત્યાગ = સર્વ અર્થાત્ સ્કૂલ અને સૂક્ષ્મ સમસ્ત શરીરોનો ત્યાગ કરવો- સર્વ શરીર ત્યાગ છે.
ચરમ કર્મ વેદન - આયુષ્યના ચરમ સમયે વેદન કરવા યોગ્ય કર્મોનું વેદન. ચરમ કર્મ નિર્જરાચરમ કર્મોનો એક દેશથી ક્ષય થવો તે. ચરમ મરણ -આયુષ્ય કર્મદલિકોના ક્ષયની અપેક્ષાથી ચરમ(અંતિમ) મરણથી મૃત્યુને પ્રાપ્ત થવું તે. ચરમ શરીર ત્યાગ - ચરમાવસ્થામાં જે શરીર છે તેનો ત્યાગ કરવો તે.
માણાત્તિક કર્મ વેદના અને નિર્જરા - સમસ્ત આયુષ્ય ક્ષયરૂપ મરણના અંતને મરણાત્ત કહે છે. તે આયુષ્યનો સર્વ અંતિમ સમય છે. મરણના અંતે જે ભવોપગ્રાહી કર્મ છે તેનું વેદના અને તેની નિર્જરાને મારણાત્તિક કર્મવેદન અને નિર્જરા કહે છે. મારણાત્ત્વિક મરણ મૃત્યુના અંતિમ ક્ષણે આયુષ્ય દલિકોની અપેક્ષાએ જે મરણ થાય છે. મારણાત્તિક શરીર ત્યાગ - આયુષ્યના અંતિમ સમયે જે શરીર હોય તેનો ત્યાગ કરવો તે મારણાત્તિક શરીર ત્યાગ છે. ચરમનિર્જરાના ૫ગલ - કેવળી ભગવાનના જે સર્વાન્તિમ