________________
બીજી વાત આ રીતે છે. કોઈ વૈધ લોભ લાલચ વિના દયા ભાવથી પ્રેરાઈને ધ્યાન ધરતાં છઠ્ઠના પારણે છટ્ટ કરતાં સૂર્યની આતાપના લેતાં, કાયોત્સર્ગમાં લીન મુનિરાજના નાકમાં મસા જોઈને તેમને શાતા ઉત્પન્ન કરવા, તેને સૂવડાવી દે અને મસાનું ઓપરેશન કરે તો હે કુમારો ! તે વૈદ શાતાવેદનીય સહિતનું શુભ કર્મબાંધે છે અને મુનિરાજને ધ્યાનથી વ્યુત થવું પડે છે, તેટલી વાર ફક્ત ધર્મમાં અંતરાય પડે છે. બાકી કોઈ બીજી ક્રિયા લાગતી નથી. તેવી રોચક વાત આ ઉદ્દેશકમાં છે. તેનું વાંચન તમે કરો.
કુમારો ! ચોથા પ્રયોગમાં નિત્ય રૂક્ષ-પ્રાંત ભોજી સર્વવિરતિ અણગાર એવં એક ઉપવાસથી લઈને ચોલા પર્યંતના ઉપવાસી મહાત્મા તપ દ્વારા જેટલા કર્મોનો ક્ષય કરે છે, તેટલા કર્મો નારકીના જીવો સો વર્ષથી લઈને કોટિ વર્ષમાં કર્મોના ફળનું વેદન કરે તો પણ નાશ કરી શકતા નથી. તેની તુલના વૃદ્ધ યુવાન પુરુષના દષ્ટાંતથી દર્શાવી છે. સર્વ વિરતિનો મહિમા અપરંપાર છે. તેથી કુમારો ! વિરતિના ભાવ કેળવશો.
કુમારો ! પાંચમા પ્રયોગમાં શક્રરાજે ભગવાનને આઠ પ્રશ્નો કર્યા અને ભગવાને તેના જડબેસલાક જવાબો આપ્યા. જડ જગતમાં બંધાયેલા આત્માઓને ક્ષણે-ક્ષણે પુદ્ગલનો સહારો લેવો પડે છે. તેવું સમાધાન મળતાં પ્રભુને વંદણા કરી શક્રરાજ રવાના થઈ ગયા. આ દશ્ય જોઇ ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન પૂછયો આજે શક્રરાજ કેમ જલદી રવાના કેમ થયા? તેના જવાબમાં પ્રભુએ ગંગદત્તનો અધિકાર કહ્યો. હે કુમારો ! આ પ્રયોગ જાણવા જેવો છે. તેના દ્વારા તમે વિનોદ અનુભવશો.
કુમારો ! છઠ્ઠો પ્રયોગ સ્વપ્ન વિષેનો છે. સ્વપ્ન પાંચ પ્રકારના છે. ભગવાન મહાવીરના દસ સ્વપ્ન એવં ઘ્રાણેન્દ્રિય ગ્રાહ્ય ગંધના પુદ્ગલો બંધ સ્વરૂપે પકડાય છે, તેની આશ્ચર્યજન્ય ઘટના આ ઉદ્દેશકથી તમારે જાણવી.
કુમારો ! સાતમા પ્રયોગમાં સાકાર નિરાકાર ઉપયોગયુક્ત ચેતનાના વ્યાપારનો વિસ્તાર છે. તેને આપણે પ્રજ્ઞાપના સૂત્રના પદથી એવં આ ઉદ્દેશકથી વાંચી વિમર્શ કરશું.
કુમારો ! લોકસ્વરૂપનું નિરૂપણ આઠમા પ્રયોગમાં છે. છ દ્રવ્ય પોત-પોતાના સ્વભાવમાં રહીને પણ પરસ્પરના દેશ-પ્રદેશના સંબંધમાં આવે છે, તેની રોચક વાત આ ઉદ્દેશકમાં ભરી પડી છે તથા જીવની ક્રિયા, પૌદ્દગલિકક્રિયા; પરમાણુ વગેરે લોકની બહાર અલોકમાં કેમ જઈ શકતા નથી; ઇત્યાદિ વાતો આ ઉદ્દેશકમાંથી ધારી લેવી.
કુમારો ! વૈરોચન બલીન્દ્રરાજની સુધર્મા સભા બલિગ્રંચા નગરી વગેરેનું વર્ણન નવમા પ્રયોગમાં દર્શાવ્યું છે. દસમો પ્રયોગ અવધિજ્ઞાન વિષેનો છે. તેની વ્યાખ્યા પ્રજ્ઞાપના સૂત્રથી જાણી લેવી. અગિયારમો પ્રયોગ ભવનપતિ દ્વીપકુમારોનો, બારમો પ્રયોગ ઉદધિકુમાર તેરમો દિશાકુમાર અને ચૌદમો સ્તનિતકુમાર વિષેનો છે. આહાર, ઉચ્છવાસ-નિશ્વાસ એક સરખા હોતા નથી. તેઓની લેશ્યા ઋદ્ધિ આદિનું તુલનાત્મક વર્ણન જાણવા જેવું છે અને સ્મૃતિમાં રાખી લેવું આવશ્યક છે.
40