________________
છે તેનો ભાવિ ચિતાર પ્રભુએ આલેખ્યો છે. પ્રભુના શિષ્ય બની તેમની પાસેથી શિક્ષા પામી, વિદ્યા મેળવવાની કળા શિખી, પ્રભુની સામે જ શત્રુ બની અજમાવી, તેજલબ્ધિ પ્રભુને પ્રદક્ષિણા કરી પાછી ફરી પ્રયોગ કરનારમાં જ પ્રવેશી ત્યારે કષ્ણાનિધાન ભગવાને એવો રહસ્યમય ઉપદેશ આપ્યો કે ગોશાલકને અંત સમયે સમ્યક્ દર્શન થયું, પ્રાયશ્ચિત્ત કર્યું અને સચ્ચાઈમાં ઢળતાં જ દુર્ગતિમાંથી તેની સદ્ગતિ સરજાઈ ગઈ અને બારમા દેવલોકમાં સ્થાન પામ્યો. - કુમારો! ભગવાન મહાવીર ઉપર છોડેલી તેજોલેશ્યાના યોગાનુયોગથી, આરોગ્યવાન શરીરમાં અઘાતિ કર્મના ઉદયે, છ મહિના બાદ મરડાની વ્યાધિ ઉત્પન્ન થઈ. તેનું ઔષધ સિંહાઅણગારના માધ્યમે થયું. તદાકાળે ભાગ્યવાન રેવતીએ પ્રભુ માટે કોળાપાક બનાવ્યો હતો અને બિજોરાપાક ઘરમાં તૈયાર હતો.
સાધુચર્યા અહિંસામય હોય છે. સાધુના નિમિતે બનેલો આહાર કલ્પાતીત પુરુષને પણ કલ્પતો નથી. સાધુના નામે થયેલી હિંસામાં સાધુને દોષનું કારણ દેખાય છે. તેથી નિર્દોષ એવા બિજોરાપાકના આહારથી પ્રભુએ આરોગ્ય પ્રાપ્ત કર્યું. પ્રભુ પ્રત્યે ગુણાનુરાગી સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર મુનિવરનું ભક્તિથી આપેલું યોગદાન કેવી આરાધના કરાવે છે, તેનું વર્ણન પણ સુંદર છે. હે કુમારો!તમે વાચન કરશો ત્યારે તમારા રોમરાય કંપારી અનુભવશે અને આશાતનાથી તમને બચાવી લેશે.
શતક–૧૬ ભિગવતી મૈયા કુમારો! આ શતકના પ્રયોગરૂપ ચૌદ ફૂલ છે. તેમાં પ્રથમ પ્રયોગમાં અધિકરણ અને અધિકરણી વિષેનું જ્ઞાન છે. જે સાધનો જે જીવોના શરીરથી બન્યા હોય અને તે જીવો અવિરતિપણે મૃત્યુ પામ્યા હોય તો અધિકરણીના રૂપમાં તેને પાંચે ય ક્રિયા લાગવાનો સંભવ છે. જે સાધનો જીવોને હણે તે અધિકરણ અને હણનાર અધિકરણી કહેવાય છે. તેનું અદ્ભુત રહસ્ય આ પ્રયોગમાં તમોને જાણવા મળશે.
જે કર્મ બંધાય છે તેનું વેદન સંસારમાં જન્મ-મરણથી કરવું પડે છે, તેથી આ બીજા પ્રયોગમાં જરા અને શોકનું વર્ણન કર્યું છે. જેને ફકત શરીર મળ્યું છે તે જરાનું વેદન કરે છે, જેને મન મળ્યું છે તે શોકનું વેદન કરે છે અને જેને બન્ને મળ્યાં છે તે જરા- શોક બન્નેનું વેદન કરે છે. કુમારો! અહીં જરાનો અર્થ વૃદ્ધાવસ્થા નથી પરંતુ જરાનો અર્થ દુઃખ છે. આ ઉદ્દેશકમાં અવગ્રહના પ્રકાર, દેવો સત્ય, સાવધ કે નિરવદ્ય ભાષા બોલે, જીવ કર્મ બાંધે છે કે અજીવ બાંધે છે? વગેરેનું વર્ણન પણ છે.
કુમારો ! ત્રીજો પ્રયોગ બે રીતે વિચારાયો છે– પહેલી વાત છે કે એક કર્મ પ્રકૃતિના બંધ સમયે સાત-આઠ કર્મ બંધાય છે. એક પ્રકૃતિના વેદન સમયે આઠ કર્મનું વદન હોય છે. મોહનીયકર્મ નાશ થાય ત્યારે સાત કર્મનું વેદન, ચાર ઘાતી કર્મ નાશ પામે ત્યારે ચાર અઘાતિ કર્મનું વદન હોય છે. કર્મ પ્રકૃતિના બંધ, વેદનની રોમાંચમય વાતો પ્રભુએ દર્શાવી છે. તે પ્રજ્ઞાપના સૂત્રમાંથી જાણવી.
39