________________
બની, આહાર સંજ્ઞાનો સમૂળગો નાશ કરવા સફળ પુરુષાર્થ ઉપાડી રહ્યા હોવા છતાંએ સૂક્ષ્મ કાર્પણ કાર્યમાં અનાદિના પડેલા સંજ્ઞાના સંસ્કારનો નાશ ન કરી શકવાના કારણે તેઓને નવો જન્મ ધારણ કરવો પડે છે, ત્યારે શરીરનું સર્જન કરવા આદતને આધીન થઈ તે આસક્તિ-મૂછ-ગૃદ્ધિપૂર્વક પ્રથમ સમયે આતુરતાથી આહાર ગ્રહણ કરે છે.
કુમારો! પ્રભુએ મર્માળા, સંદર્ભ ભરેલા આહાર સંબંધી તથા લવસત્તમ દેવના આયુષ્ય પૂર્ણ થવાના કારણ સંબંધી પ્રત્યુતર આપીને સમાધાન કર્યું છે. રાગદ્વેષના મૂળ બીજ બળે નહીં ત્યાં સુધી જન્મ ધારણ કરવાના ભાવો ચાલુ છે, તે વાંચી વિચારી તમે વિચક્ષણ બનજો.
કુમારો ! આઠમા પ્રયોગમાં લોકાલોકના અંતરનું પ્રમાણ, પ્રથમ નરક અને બીજી નરક વચ્ચે તથા સિધ્ધશિલા સુધીના સંપૂર્ણ લોકના આંતરાનું ગણિત દર્શાવ્યું છે. શાલિ આદિ વૃક્ષના જીવો મરીને કયાં ઉત્પન્ન થાય છે, તેના વિવિધ સમાચારો, અંબાપરિવ્રાજક, અવ્યાબાધદેવ, ઇન્દ્રની મસ્તક ઉતારવાની અને હતું તેમ કરી દેવાની હસ્તલાઘવતા, જંભકદેવનું અન્નને રસપ્રદ કે રસરહિત કરવાનું સામર્થ્ય, તમોને આ પ્રયોગમાં જાણવા મળશે.
કુમારો!નવમા પ્રયોગમાં ઘણા સૂક્ષ્મ તત્ત્વો છે જેમ કે ભાવિતાત્મા અણગાર પોતાની અરૂપીકર્મ વેશ્યાને(ભાવ લેશ્યાને) જોઈ શકતા નથી પરંતુ તે જ અણગાર કર્મ-લેશ્યાથી યુક્ત શરીર સહિત આત્માને જાણે છે. વેશ્યાના પુદ્ગલદ્રવ્ય રૂપી હોવા છતાં તેના અંશો(સ્પર્ધકો) સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવાથી ચહ્યુઅગ્રાહય હોય છે. કર્મ વેશ્યાના પુલો પ્રકાશિતાદિ ભાવવાળા હોય છે સૂર્યનો અર્થ છે શુભ. સૂર્ય ચંદ્ર, વગેરેમાંથી નીકળતા પુદ્ગલો પણ શુભ છે, પુલોનો સંબંધ સર્વ સંસારી જીવોને હોય છે, તેઓ પુલ ભોગવતા આત્રવેદના(સુખકારક) કે અનાત્ર વેદના(દુઃખ કારક) વેદના વેદે છે. વૈક્રિય શરીર અનેક હોય છે છતાં ભાષા એક હોય છે, એવું અણગારના સુખની દેવલોક સાથેની તુલના વગેરે વિષયોનું સુંદર વર્ણન આ ઉદ્દેશકમાં છે. - કુમારો! કેવળી કેવળજ્ઞાન દ્વારા છદ્મસ્થને જાણે છે તેમજ સિદ્ધ ભગવાનને પણ જાણે છે, કારણ કે કેવળ જ્ઞાનનો વિષય સમસ્ત લોકાલોકને જાણવાનો છે. સિદ્ધ સિદ્ધને પણ જાણે છે અને કેવળીને તથા દરેક જીવાજીવને જાણે છે. સિદ્ધને બોલવાનું હોતું નથી. શરીરધારી કેવળી ભગવાનને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તેઓ જવાબ આપે છે અને પ્રશ્ન ન પૂછે તો પણ તેઓ બોલે છે તથા તેમને શરીર છે, તેથી આંખ ખોલ–બંધ કરે છે; હાથ-પગનું સંકોચન-પ્રસારણ, વિહારાદિ ક્રિયા કરે છે. તેનો વિસ્તાર આ દસમા પ્રયોગથી તમારે સમજવો.
શતક-૧૫ ભગવતીમૈયા કુમારો ! આ શતકમાં પ્રયોગરૂપ એકજ મોટું ફૂલ છે તેનો પરાગ વિચિત્ર પ્રકારનો છે. તેને બહુ મોટા કથાનુયોગથી ચરિતાર્થ કર્યો છે.
જ્ઞાની પરમાત્માની કરેલી આશાતના, જૂઠ-કપટ કરી પરમાત્મા ન હોવા છતાં પોતાને પરમાત્મા મનાવનારની ધમ્માચક્કડી તેનું હુબહુ વર્ણન પ્રભુ મહાવીરને શિષ્ય તરીકે મળેલા ગોશાલકના જીવન ચરિત્ર દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં આશાતનાના સંસ્કાર ક્યાં સુધી ચાલે
(38