________________
કુમારો ! પાંચમો પ્રયોગ ગહન છે. જેમ વિજ્ઞાની લોકોએ વોટર પ્રફ કાપડથી સિદ્ધ કરી દેખાડ્યું છે કે એક પણ પાણીનું બિન્દુ માનવને ભીંજવી શકતું નથી.તે તો સ્થૂલ પ્રયોગ છે પરંતુ કુદરતી પ્રયોગ વીતરાગ પરમાત્માએ કેવળજ્ઞાનથી જાણીને દર્શાવ્યો છે કે જીવ ઔદારિક શરીર છોડીને ગયા પછી તૈજસ કાર્પણ શરીર સાથે લઈને જાય છે અગ્નિકાયમાંથી પસાર થાય છે તો પણ તે શરીર બળતું નથી. તેમજ વૈક્રિય શરીરના પુલ એટલા સૂક્ષ્મ અને શીઘ્રગતિવાળા છે કે તેને પણ અગ્નિ બાળી શકતી નથી. ફક્ત ઔદારિક શરીરવાળા જીવો બાદર અગ્નિકાયના ક્ષેત્રમાંથી પસાર થાય તો તેને બાળીને ભસ્મીભૂત કરી નાંખે છે. ક્ષેત્રગત પુગલોને જીવોએ કર્મ પ્રમાણે ઇષ્ટનિષ્ટરૂપે ભોગવવા પડે છે. એવંદેવોની ઉલ્લંઘન શક્તિ અને બહારના પુદ્ગલો લઈને રોધક તત્ત્વનું ઉલ્લંઘન કેવી રીતે કરે છે? આ વાર્તાલાપ એકાગ્રચિત્તથી વાંચીએ છીએ ત્યારે જિનવાણી પ્રત્યે અહો અહો ભાવ જાગી ઊઠે છે.
કુમારો! છઠ્ઠો પ્રયોગ જીવોના આહાર વિષેનો છે. અપૂર્ણ આહારને વીચિપુદ્ગલાહાર કહે છે. પૂર્ણરૂપે કરે છે તેને અવીચિ દ્રવ્યાહાર કહે છે. જીવો જે ક્ષેત્રમાં શરીર ધારણ કરી ઉત્પન્ન થયા હોય તેને ટકાવી રાખવા પગલા લેવા પડે છે. શીત અને ઉષ્ણ સ્પર્શવાળી નારકીની યોનિ છે. આયુષ્ય કર્મના કારણે નરકમાં તે જીવને રહેવું પડે છે અને નવા કર્મ બંધ દ્વારા જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપે પુગલો એકઠા કરે છે. આ રીતે બધા જીવો માટે જાણવું, તદુપરાંત દેવો દિવ્ય પુદ્ગલને પ્રાપ્ત કરે છે. તેનાથી રચાયેલી ઇન્દ્રિયો તેના વડે ભોગવવા યોગ્ય ભોગોને ભોગવવા માટે કેવી દિવ્ય શપ્યાની રચના કરે છે. તેનું દિવ્ય વર્ણન આ ઉદ્દેશક સ્વયં તમને બોધ કરાવશે.
ભગવતીમૈયા-કુમારો! સાતમો પ્રયોગ ઋણાનુબંધવિષેનો છે. ખુદ ભગવાન ગૌતમને ઉદ્દેશીને કહે છે વિર સિટ્ટોસિ મે જોયા ! હે ગૌતમ! મારો તારો સંબંધ ચિરસમયનો પુરાણો છે મારા મોહનાકારણે તને મોક્ષ પ્રાપ્ત થતો નથી. મારી સમાન કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. પ્રભુ ખિન્ન થયેલા ગૌતમને આશ્વાસન આપતું સંબોધન કરે છે અને કહે છે. સોયમાં किं परं मरणा कायस्स भेया इओ चुया दो वि तुल्ला एगट्ठा अविसेसमणाणत्ता વિસ્સામો મરણ બાદ શરીરના ત્યાગપૂર્વક આ પ્રત્યક્ષ મનુષ્ય ભવમાંથી શ્રુત થયેલા આપણે બન્ને સમાન જીવદ્રવ્ય શુદ્ધ સ્વરૂપી બનીને, અનંત સુખવાળા સિદ્ધ ક્ષેત્રમાં સાથે રહેશું. ત્યાં મારું અને તારું દર્શન, જ્ઞાન સમાન થઈ જશે. આ વાત સાંભળી ગૌતમ ઇન્દ્રભૂતિ કેવા પુલકિત હૃદયવાળા બની ગયા હશે. હે કુમારો ! ગુરુ શિષ્યનો અખંડ પ્રેમમય રસપ્રદ સંવાદ, આપણને પણ રસતરબોળ કરી દે છે.
ગૌતમ સ્વામીએ પોતાનો પ્રભુ સાથે ચિર પરિચિત પુરાણો સંબંધ જાણ્યા પછી કાયાનો ભેદ કરવાના ઉત્કટાભિલાષી બનીને પ્રભુ પાસે, અણસણ આરાધક અણગાર ઉત્પન્ન થાય ત્યારે તેની આહાર લેવાની પદ્ધતિ આસક્તિ પૂર્વકની હોય, ત્યાંથી લઈને શુંખલા બદ્ધ પ્રશ્નાવલિ પ્રસ્તુત કરી છે.
પ્રભુએ જવાબ આપ્યો કે હે ગૌતમ! સંથારાના સાધક અણગાર સ્કૂલ શરીરના ત્યાગી
37