________________
શતક-૧૪ [ભગવતીમૈયા] કુમારો! આ શતકમાં પ્રયોગરૂપી દસ ફૂલો છે, તે પૈકીના પ્રથમ પ્રયોગમાં ભગવાને ત્રણ વાત કરી છે. પ્રથમ વાત ભાવિતાત્મા અણગારના અધ્યવસાય પ્રથમ દેવલોકના ચરમાંતનું ઉલ્લંઘન કરી ગયા હોય અને પરમ(પછીના) દેવલોકને પ્રાપ્ત થયા ન હોય તેવા ભાવમાં અણગાર મૃત્યુ પામે તો જે પ્રકારની લેશ્યા વર્તતી હોય તેવા દેવોના સ્થાનમાં ઉત્પન્ન થાય છે.
બીજી વાત, ઉત્પન્ન થવાની ગતિ અતિ શીધ્ર હોય છે. પુરુષની કોઈપણ ક્રિયામાં અસંખ્યાત સમય જાય છે જ્યારે જીવને ઉત્પન્ન થવાની ગતિ, એકથી લઈને ચાર સમયની હોય છે. તેવી જ રીતે નિર્ગતકાળ પણ સમજવો.
ત્રીજી વાત નારકીથી લઈને વૈમાનિક પર્વતના જીવો અનંતર, પરંપર ઉત્પન્ન થાય છે, વિગ્રહગતિ સમાપન્નક અનંતર પરંપર અનિર્ગત હોય છે. આવી સૂમ વાતોનું ગહન તત્ત્વ સમજવા આ ઉદ્દેશકને તમારે આત્મસાત્ કરવો.
કુમારો ! બીજા પ્રયોગમાં ઉન્માદનું નિરૂપણ છે. ઉન્માદ બે પ્રકારનો હોય છે. એક યક્ષાવિષ્ટ અને બીજો ગાઢ મિથ્યાત્વમોહ કર્મના ઉદયજન્ય. તેના ભેદાનભેદ જીવોમાં કેમ થાય છે, કોને કેવા પ્રકારનો ઉન્માદ હોય છે? તે જાણવા જેવી બીના છે.
બીજું અરિહંત પરમાત્માના મહાપ્રસંગ ઉપર ઇન્દ્રાદિ દેવો આવે છે ત્યારે વિવિધ પ્રકારની વર્ષા વરસાવે છે, તે વર્ષાદિ પાંચ દિવ્યોનું સુંદર નિરૂપણ આ પ્રયોગમાં જાણવા જેવું છે.
કુમારો!ત્રીજો પ્રયોગ કેળવણી વિષેનો છે. કેળવણી પામીને સંસ્કારી બની શકે તેવા દેવ, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવો હોય છે. તેમાં પણ સંસ્કારી અને માયા રહિત જીવો જ વિનયધર્મને અપનાવી શકે છે. તેવા વિનય સંપન્ન કોણ કોણ હોઈ શકે તેની હાર્દ ભરેલી, વિનોદપૂર્ણ ચર્ચા આ પ્રયોગમાં છે.
ભાવિતાત્મા અણગારની વચ્ચે ચાલનાર સુસંસ્કૃત મહર્તુિકદેવદસ પ્રકારના વિનયમાંથી શક્ય વિનયનો વ્યવહાર કર્યા પછી જ જાય છે અને અસંસ્કૃત મિથ્યાત્વી દેવ વિનય કર્યા વિના અણગારોની વચ્ચેથી ચાલ્યા જાય છે. વિનયના દસ પ્રકારમાંથી કોણ કેટલા પ્રકારનો વિનય કરે છે, તે વાતથી વાકેફ તમો થજો અને વિનયી બનજો.
કમારો ! ચોથો પ્રયોગ પૌગલિક જગતનો છે. પુદ્ગલ દ્રવ્ય સામાન્યરૂપે અનંત ગુણાત્મક વર્ણ- -રસ-સ્પર્શ યુક્ત તો હોય જ છે પરંતુ વિશેષ ભાવ પર્યાયરૂપે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની વિવિધ અવસ્થાને પ્રાપ્ત થાય છે. ભૂત, ભાવિકાળની અપેક્ષાએ તેની અનંતતા છે પરંતુ વર્તમાન કાલ એક સમયવર્તી હોય છે. તેથી એક સમયનું રૂક્ષ સ્પર્શવાળું પરમાણુ સ્નિગ્ધ સ્પર્શવાળું બને છે. સ્પર્શ પરિણામથી ચાર સ્પર્શવાળા પુદ્ગલો કાર્મણ વર્ગણા રૂપે પરિણમે છે અને તેના સંયોગે જીવ અને અજીવના દસ-દસ પ્રકારના પરિણામ બને છે. આ પરિણામ બન્ને એક સાથે પરિણમન પામતા હોવાથી તે જ કર્મ ચેતનધારાના અધ્યવસાય કહેવાય છે. આ રીતે જીવ શુદ્ધ છતાં સંસારી બની પરિભ્રમણ કરે છે.
36_