________________
શતક-૧૭ [ભગવતીમૈયા] કુમારો! આ શતક ખંડમાં સત્તર પ્રયોગ રૂ૫ ફૂલો છે. તે એકથી એક ચઢિયાતા સૂમવિચારણીય પ્રયોગ છે. પહેલા પ્રયોગમાં કોણિક રાજાના બે હાથી, ઉદાયી અને ભૂતાનંદના ભૂતકાળના ભવ અને ભવિષ્યમાં માનવ થઈને મોક્ષ પ્રાપ્ત કરશે, તવિષયક વાર્તાલાપ છે. તાડવૃક્ષાદિહલાવનારને ત્રણ ચાર-પાંચક્રિયાસ્થાનનાંબંધ ક્વી રીતે થાય છે, તેનું સૂક્ષ્મ ગણિત અજાયબી ભરેલું છે.
કમારો ! બીજા પ્રયોગમાં પ્રાણાતિપાતાદિ અઢાર પ્રકારના પાપથી વિરત થયેલા પ્રત્યાખ્યાની જીવને ચારિત્ર ધર્મમાં સ્થિત કહ્યા છે. પ્રત્યાખ્યાન ન કરનારા જીવો અધર્મમાં સ્થિત હોય છે અને સંયતાસંયત જીવધર્માધર્મમાં સ્થિત હોય છે. જીવ ધર્મ-અધર્મ-ધર્માધર્મના સ્વરૂપમાં રમણતા કરે છે, તે ધર્મો જીવના ભાવધર્મ અરૂપી હોવાથી તેમાં સુવા, બેસવા, આળોટવાની ક્રિયા કરી શકાતી નથી. પ્રભુ ફરમાવે છે કે પૌલિક ક્રિયા પુલ ઉપર જ થઈ શકે છે. અરૂપી અજીવ અને જીવ તો પોત-પોતાના ધર્મમાં સ્થિત રહે છે. પરમાં આવી કોઈ ક્રિયા કરી શકાતી નથી. આ પ્રયોગથી જાણવા મળે છે કે સંસારી જીવ શરીરધારી હોવા છતાં અને જડ ચેતન એક ક્ષેત્રે રહેવા છતાં બન્નેના ધર્મો જુદા છે.
કુમારો! વૈક્રિય લબ્ધિથી યુક્ત જીવો તથા દેવ અરૂપી પદાર્થોની વિદુર્વણા કરી શકતા નથી. રૂપી પદાર્થોની વિકુણા પણ પ્રયોગસા પુદ્ગલ દ્વારા જ થઈ શકે છે. આ વિષય આ પ્રયોગમાં તમને જાણવા જોવા મળશે.
કુમારો!ત્રીજા પ્રયોગમાં શૈલેશી અવસ્થાને પ્રાપ્ત અણગાર જરા ય કંપિત થતાં નથી તેઓમાં કંપન દેખાય તો તે પરપ્રયોગથી જ સંભવે પણ આત્મપ્રદેશો કંપિત થતાં જ નથી. શુદ્ધાત્મા નિષ્કપ છે. કંપનની ક્રિયા નારકીથી લઈને વૈમાનિક દેવોમાં થાય છે.
કુમારો ! શુદ્ધ સ્વરૂપ કેવું હોય તેની ઝાંખી આ પ્રયોગમાં જાણવા મળે છે. અશુદ્ધ દશાનું વર્ણન છેક જીવના આત્મપ્રદેશોમાં પર પ્રયોગથી થતાં આંદોલન દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ભવથી સર્જાતા શરીર, ઇન્દ્રિય અને યોગ ચલનારૂપે ક્રિયાન્વિત બને છે. સંવેગ, નિર્વેદ, ગુઓની– સાધર્મબંધુઓની સેવા, પાપોની આલોચનાદિ, શ્રુત સહાયતા તથા કષાયાદિના પ્રત્યાખ્યાન કરી પોતામાં લીન બને, જ્ઞાન, દર્શન, ચારિત્ર સંપન્નતાને હસ્તગત કરે, પરીષહાદિને સહન કરે ઇત્યાદિ વૃત્તિ કેળવે તો જ મોક્ષનું ફળ પામી શકે છે. આ રીતે એજન-કંપન, ચલના, સંવેગાદિ ભાવોનું વર્ણન આ ઉદ્દેશકથી જાણવું જોઈએ.
કુમારો ! ક્રિયા માત્ર સંસારી જીવોના રાગાદિ ભાવોના સ્પર્શથી થાય છે, ત્યાર પછી જ કર્મ બને છે. તે પાપ રૂપ થઈને ફળ અર્પે છે. તેના ફળ પણ આત્મકૃત હોય છે. પોતે જ પોતાથી બંધાય છે, કર્મનું ફળ પોતે જ ભોગવે છે. સુખ-દુઃખ કોઈ આપી શકતું નથી, અને લઈ પણ શકતું નથી. તેના સંબંધી આ ચોથો પ્રયોગ વિચારણીય છે.
કુમારો ! આત્મકૃત કરેલા કર્મના ફળ બે પ્રકારે વેદાય છે. સુખ રૂપે અને દુઃખ રૂપે.