________________
૩૯૪
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૮: ઉદ્દેશક-૩,
જે સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં પૃથ્વી, પાણી અને વનસ્પતિના જીવોની અનંતરભવમાં મુક્તિ, નિર્જરાના પુદ્ગલોની સૂક્ષ્મતા, તેનું જ્ઞાન અને આહારરૂપે ગ્રહણ, તેમજ બંધના ભેદ-પ્રભેદ વિષયક માન્દીયપુત્ર અણગારના પ્રશ્નો ઇત્યાદિ વિષયો સંગ્રહિત છે. * કૃષ્ણલેશી, નીલલેશી કે કાપોતલેશી પૃથ્વી, પાણી કે વનસ્પતિકાયના જીવો મરીને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછી ક્રમશઃ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જઈ શકે છે. * કેવળી ભગવાનના ચરમ નિર્જરાના પુદ્ગલો અત્યંત સૂક્ષમ હોય છે તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થઈ જાય છે. તેને નારકો, ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવો, પાંચ સ્થાવરના જીવો, ત્રણ વિકસેન્દ્રિય કે તિર્યંચ પંચેન્દ્રિયો જાણી શકતા નથી. કારણ કે તે જીવોને વિશિષ્ટ અવધિજ્ઞાન નથી. વિશિષ્ટ અવધિજ્ઞાની મનુષ્યો જ્યારે જ્ઞાનના ઉપયોગ સહિત હોય ત્યારે તેઓ જાણી શકે છે અને વૈમાનિક દેવોમાં જે સમ્યગુદષ્ટિ, પરંપરોપપન્નક, પર્યાપ્ત અને અવધિજ્ઞાનના ઉપયોગ સહિત હોય તે દેવો જાણી શકે છે. સંસારના સમસ્ત જીવો તે પુગલોને જાણે કે ન જાણે પરંતુ તેને આહારરૂપે ગ્રહણ કરે છે. * બંધના મુખ્ય બે ભેદ છે– દ્રવ્યબંધ અને ભાવ બંધ. (૧) દ્રવ્યબંધ- ગુંદ આદિ ચીકણા પદાર્થથી અથવા રસ્સી આદિથી બે વસ્તુનો જે અન્યોન્ય બંધ થાય તેને દ્રવ્યબંધ કહે છે, તેના બે ભેદ છે–વિસસાબંધ અને પ્રયોગબંધ.
જે બંધ જીવના પ્રયત્ન વિના સ્વાભાવિક રૂપે થતો હોય તેને વિજ્ઞાસાબધ કહે છે. તેના બે ભેદ છેસાદિ અને અનાદિ મેઘધનુષના વિવિધ રંગો, વાદળા વગેરે સાદિ વિસાસાબંધ છે અને ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના પ્રદેશોનો અનાદિ વિસસા બંધ છે.
જે બંધ જીવના પ્રયત્નથી થાય તેને પ્રયોગબંધ કહે છે. તેના બે ભેદ છે– શિથિલ પ્રયોગબંધ અને ગાઢ પ્રયોગબંધ. ઘાસના પૂળાનો શિથિલ પ્રયોગબંધ છે અને રથના ચક્ર વગેરેનો ગાઢ પ્રયોગ બંધ છે.
(૨) ભાવબંધ-મિથ્યાત્વાદિ જીવના પરિણામથી કર્મોનો જે બંધ થાય તેને ભાવબંધ કહે છે. તેના બે ભેદ છે. મૂલ પ્રકૃતિબંધ અને ઉત્તર પ્રકૃતિબંધ. મૂલ પ્રકૃતિબંધના જ્ઞાનાવરણીયાદિ આઠ ભેદ છે. ઉત્તર પ્રકૃતિબંધના ૧૨૦ ભેદ છે. * જીવે જે પાપકર્મનો બંધ ભુતકાળમાં કર્યો છે. વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં કરશે તેમાં તેના પરિણામોની તરતમતાના કારણે ભેદ હોય છે.
જેમ એક જ વ્યક્તિ બાણ ફેંકતી હોય તો પણ તેના પ્રયત્નની તરતમતાના આધારે બાણના કંપનમાં તરતમતા થાય છે. તે જ રીતે ૨૪ દંડકના જીવોના કત, ક્રિયમાણ અને કરિષ્યમાણ પાપકર્મોમાં ભિન્નતા હોય છે.
આ રીતે માર્કદીયપુત્ર અણગારના પ્રશ્નો સાથે ઉદ્દેશક પૂર્ણ થાય છે.