________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૨
૩૯૩ |
उववण्णे । तए णं से सक्के देविंदे देवराया अहुणोववण्णमित्तए सेसं जहा गंगदत्तस्स जावसव्व दुक्खाणं अंतं काहिइ, णवरं ठिई दो सागरोवमाई, सेसंतं चेव ॥ सेवं મતે રેવં મતે ! I ભાવાર્થ:- કાર્તિક શેઠ અને એક હજાર વણિકોએ ભગવાન શ્રી મુનિસુવ્રત દ્વારા ઉપદિષ્ટ ધર્મોપદેશનો સમ્ય પ્રકારે સ્વીકાર કર્યો અને ભગવાનની આજ્ઞા અનુસાર આચરણ કરવા લાગ્યા યાવતુ સંયમનું પાલન કરવા લાગ્યા.
તે કાર્તિક શેઠ એક હજાર આઠ વણિકોની સાથે અણગાર બનીને ઈર્યાસમિતિથી યુક્ત યાવત્ ગુપ્ત બ્રહ્મચારી બન્યા. કાર્તિક અણગારે ભગવાન મુનિસુવ્રત સ્વામીના તથારૂપના સ્થવિરોની પાસે(સંયમનિયમને અનુરૂપ આચરણ કરનારા તેમજ સ્થવિરોના ગુણોથી યુક્ત વડીલ-વૃદ્ધ સંતોની સાંનિધ્યમાં) સામાયિકથી પ્રારંભ કરીને ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું અને અનેક ઉપવાસ, છઠ, અટ્ટમ આદિ તપસ્યાથી આત્માને ભાવિત કરતા સંપૂર્ણ બાર વર્ષ સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. ત્યાર પછી કાર્તિક અણગારે એક માસની સંખના દ્વારા પોતાના આત્માને ઝોષિત કરીને, સાઠ ભક્ત અનશનનું છેદન કરીને, આલોચના પ્રતિક્રમણ કરીને, યથા સમયે કાલધર્મ પ્રાપ્ત કરીને સૌધર્મકલ્પમાં સૌધર્મવતંસક વિમાનમાં રહેલી ઉપપાત સભાની દેવશય્યામાં યાવત્ દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રપણે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થયેલા દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રની સર્વ વક્તવ્યતા ગંગદત્તની સમાન કહેવી જોઈએ. વાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. શક્રેન્દ્રની સ્થિતિ બે સાગરોપમની છે. શેષ સર્વ કથન ગંગદત્તની સમાન છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. ||
(
૫ શતક ૧૮/ર સંપૂર્ણ
C