________________
શતક્ર–૧૮: ઉદ્દેશક-૧
[ ૩૮૩ ] तहेव, णवरंजस्स जंअत्थि । णोसंजयणोअसंजयणोसंजयासंजओ जहाणोभवसिद्धीय णोअभवसिद्धीओ। ભાવાર્થ:- સંયત જીવ અને મનુષ્ય, આહારકની સમાન છે. અસંયત અને સંયતાસંયતનું કથન પણ તે જ રીતે જાણવું. જેને જે ભાવ હોય તે જાણવું જોઈએ. નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયત, નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિકની સમાન છે. વિવેચન :સંયત જીવ ચરમ-અચરમ-જે જીવ મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાનો હોવાથી તેને પુનઃ સંયમ પ્રાપ્ત થતો નથી તેથી તે ચરમ અને જે જીવ એકવાર સંયમભાવથી પતિત થઈ પુનઃ સંયમ પ્રાપ્ત કરવાનો હોય તે અચરમ હોય છે. સમુચ્ચય જીવમાં એક મનુષ્યને સંયમ પ્રાપ્ત થાય છે, અન્ય કોઈને નહીં.
અસંયત અને સંયતાસંયત(દેશવિરતિ)ચરમ અને અચરમ બંને પ્રકારના છે. જે જીવો અસંતપણાનો અંત કરીને સંયતપણું પ્રાપ્ત કરે છે, તેની અપેક્ષાએ અસંયતભાવ ચરમ અને જે જીવ કદાપિ અસંતપણાનો અંત કરશે નહીં તેની અપેક્ષાએ અચરમ છે. તે જ રીતે દેશવિરતિપણામાં પણ ચરમ અને અચરમ બંને ભંગ હોય છે. દેશવિરતિપણું જીવ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ ત્રણેમાં હોય છે.
નોસયત-નોઅસંયત-નોસંયતાસયત (સિદ્ધ) અચરમ હોય છે. કારણ કે સિદ્ધત્વ નિત્ય હોય છે. (૮) કષાય દ્વાર:
३१ सकसायी जावलोभकसायी सव्वट्ठाणेसुजहाआहारओ, अकसायी जीवपए सिद्धे यणो चरिमो, अचरिमो;मणुस्सपए सिय चरिमो, सिय अचरिमो। ભાવાર્થ:- સકષાયી યાવત લોભકષાયી, આ સર્વ સ્થાનોમાં આહારકની સમાન છે. અકષાયી જીવ અને સિદ્ધ ચરમ નથી, અચરમ છે. મનુષ્યમાં કદાચિત્ ચરમ અને કદાચિત્ અચરમ છે. વિવેચન :
સકષાયી ચરમ અચરમ- જે જીવ કષાય ભાવનો સર્વથા ત્યાગ કરીને સર્વ કર્મનો ક્ષય કરીને, મોક્ષ પ્રાપ્ત કરશે તે ચરમ છે અને અન્ય જીવ અચરમ છે. અકષાયી ચરમ અને અચરમ - સિદ્ધના જીવોનો અકષાયી ભાવ સાદિ અનંત છે તેથી તે અચરમ છે અને મનુષ્યમાં અકષાયી ભાવ કદાચિત્ ચરમ કદાચિત્ અચરમ છે. જે મનુષ્ય અકષાયી ભાવને પુનઃ પ્રાપ્ત કરશે નહીં, જે જીવ મનુષ્ય જન્મમાંથી જ સિદ્ધગતિને પ્રાપ્ત કરશે તે મનુષ્યનો અકષાય ભાવ ચરમ છે. પરંતુ જે જીવ અકષાયભાવને પ્રાપ્ત કરીને ત્યાંથી પતિત થઈને પુનઃ સકષાયી થઈને અકષાયભાવને પ્રાપ્ત કરે તે જીવની અપેક્ષાએ અકષાય ભાવ અચરમ છે. (૯) જ્ઞાનદ્વાર :३२ णाणी जहा समदिट्ठी सव्वत्थ, आभिणिबोहियणाणी जावमणपज्जवणाणी जहा आहारओ, णवरंजस्सजअत्थि । केवलणाणी जहाणोसण्णीणोअसण्णी,अण्णाणी जाव