________________
૩૮૪ ]
શ્રી ભગવતી સત્ર-૪
विभंगणाणी जहा आहारओ। ભાવાર્થ :- જ્ઞાનીનું કથન સમ્યગુદષ્ટિની સમાન છે. આભિનિબોધિક જ્ઞાનીથી મન:પર્યવ જ્ઞાની, આહારકની સમાન છે. જેને જે જ્ઞાન હોય, તેનું કથન કરવું જોઈએ. કેવળજ્ઞાનીનું કથન નોસંજ્ઞી-નોઅસંજ્ઞીની સમાન છે. અજ્ઞાની યાવતુ વિર્ભાગજ્ઞાની, આહારકની સમાન છે. વિવેચન :જ્ઞાની ચરમ અને અચરમ - સિદ્ધોનું જ્ઞાન અચરમ છે, કારણ કે તેનું જ્ઞાન સાદિ અનંત છે. શેષ જે જીવોને જ્ઞાન સહિત નારકતાદિની પ્રાપ્તિ પુનઃ અસંભવ છે તે ચરમ છે.
મતિજ્ઞાની આદિ ચાર શાનવાળા ચરમ અને અચરમ બંને પ્રકારે હોય છે. જે જીવ કેવળજ્ઞાનને પ્રાપ્ત થઈ જવાથી મતિજ્ઞાન આદિને પુનઃ પ્રાપ્ત કરતા નથી, તે ચરમ છે, શેષ અચરમ છે. કેવળજ્ઞાની અચરમ હોય છે. અજ્ઞાની ચરમ અને અચરમ-જે જીવો અજ્ઞાનભાવનો નાશ કરી જ્ઞાન મેળવી ક્રમશઃ મોક્ષે જવાના હોય તેનો અજ્ઞાનભાવ ચરમ છે અને જે જીવો મોક્ષે જવાના નથી, તેનો અજ્ઞાનભાવ અચરમ હોય છે. (૧૦) યોગ દ્વાર:३३ सयोगी जावकायजोगी जहा आहारओ, जस्स जोजोगो अत्थि । अजोगी जहा णोसण्णीणोअसण्णी। ભાવાર્થ:- સયોગી યાવતું કાયયોગી. આહારકની સમાન છે, જેને જે યોગ હોય તેનું કથન કરવું. અયોગી જીવનું કથન નોસંજ્ઞી નોઅસંજ્ઞીની સમાન છે. વિવેચન :સયોગી ચરમ અને અચરમ-જે જીવ સયોગીપણાને છોડી અયોગીપણું પામી મોક્ષે જાય તેની અપેક્ષાએ સયોગીપણું ચરમ છે અને મોક્ષે ન જાય તે જીવોની અપેક્ષાએ અચરમ છે. અયોગી ચરમ અને અચરમ - ચૌદમા ગુણસ્થાને રહેલા મનુષ્યનું અયોગીપણું ચરમ છે અને સિદ્ધોનું અયોગીપણું અચરમ છે, કારણ કે તેનો અંત થવાનો નથી. (૧૧) ઉપયોગ દ્વાર:३४ सागारोवउत्तो अणागारोवउत्तोयजहा अणाहारओ। ભાવાર્થ:- સાકારોપયોગી અને અનાકારોપયોગી જીવ અનાહારકની સમાન છે. વિવેચન :સાકારોપયોગ, અનાકારોપયોગ ચરમ અચરમ:- સિદ્ધના જીવમાં બંને ઉપયોગ સદા રહેવાના છે તેથી તે અચરમ છે. પરંતુ નરકાદિ ગતિની અપેક્ષાએ તે કદાચિત્ ચરમ કદાચિત્ અચરમ છે. (૧૨) વેદ દ્વાર:|३५ सवेदओ जावणपुंसगवेदओजहा आहारओ, अवेदओ जहा अकसायी।