________________
૩૮૨
શ્રી ભગવતી સૂત્ર–૪
(૫) લેશ્મા દ્વાર :
२८ सलेस्सी जाव सुक्कलेस्सी जहा आहारओ, णवरं जस्स जा अत्थि । अलेस्सी जहा गोसणी णोअसण्णी ।
ભાવાર્થ :- સલેશી યાવત્ શુક્લલેશીનું કથન આહારકની સમાન છે. જેને જે લેશ્યા હોય તે જ કહેવી. અલેશી, નોસંજ્ઞી નોઅસંજ્ઞીની સમાન છે.
વિવેચનઃ
સલેશી ચરમ અચરમ :– અનાદિકાલથી જીવ સલેશી છે પરંતુ જ્યારે તે જીવ મોક્ષે જાય છે ત્યારે તેનો અંત થાય છે. તે અપેક્ષાએ તે ચરમ અને જે મોક્ષે જતાં નથી તે જીવોની અપેક્ષાએ અચરમ છે.
અલેશી ચરમ અચરમ :– તેમાં સિદ્ધમાં અલેશીપણું અચરમ છે કારણ કે તેનો અંત થવાનો નથી. પરંતુ મનુષ્યમાં અલેશીપણું ચરમ છે. કારણ કે તે જીવ મોક્ષે જાય ત્યારે તેનો અંત થાય છે.
(૬) સમ્યગદષ્ટિ દ્વાર :
२९ सम्मदिट्ठी जहा अणाहारओ, मिच्छादिट्ठी जहा आहारओ, सम्मामिच्छादिट्ठी एगिंदिय विगलिंदियवज्जं सिय चरिमे, सिय अचरिमे, पुहुत्तेणं चरिमा वि अचरिमा वि। ભાવાર્થ:- સમ્યગ્દષ્ટ, અનાહારકની સમાન છે. મિથ્યાદષ્ટિ આહારકની સમાન છે. સમ્યગ્મિથ્યાદષ્ટિ, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને છોડીને કદાચિત્ ચરમ અને કદાચિત્ અચરમ છે. બહુવચનથી તે ચરમ પણ છે અને અચરમ પણ છે.
વિવેચનઃ
સમ્યગ્દષ્ટિ ચરમ અને અચરમ ઃ– સિદ્ધનું સમ્યગ્દર્શન અચરમ છે. કારણ કે તે સમ્યગ્દર્શનથી ક્યારે ય પતિત થતા નથી. સમ્યગ્દષ્ટિ નૈરયિક આદિ જે જીવ નરકભવમાં સમ્યગ્દર્શનને પુનઃ પ્રાપ્ત કરશે નહીં, તે નરકભવમાં સમ્યગ્દર્શનની અપેક્ષાએ ચરમ છે અને તેનાથી ભિન્ન અચરમ છે.
મિથ્યાદષ્ટિ ચરમ, અચરમ :– જે જીવ મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને ક્રમશઃ મોક્ષને પ્રાપ્ત કરશે તેનું મિથ્યાત્વ ચરમ છે અને જે જીવ કદાપિ મિથ્યાત્વનો નાશ કરીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે નહીં, તેવા જીવોનું મિથ્યાત્વ અચરમ છે. મિથ્યાદષ્ટિ નૈરયિક આદિ જે મિથ્યાત્વ સહિત નૈરયિકાદિપણું પુનઃ પ્રાપ્ત કરશે નહીં, તે ચરમ અને તેનાથી ભિન્ન અચરમ છે.
મિશ્રર્દષ્ટિ ચરમ અને અચરમઃ— જે જીવ મિશ્રદષ્ટિનો ત્યાગ કરી, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી મોક્ષે જવાનો છે તે જીવ મિશ્ર દષ્ટિ ફરીવાર પ્રાપ્ત કરવાનો નથી; તેની અપેક્ષાએ ચરમ છે અને તેનાથી ભિન્ન જીવોની અપેક્ષાએ અચરમ છે. મિશ્રદષ્ટિ પંચેન્દ્રિયમાં જ હોય છે.
કે
એકેન્દ્રિયને છોડીને શેષ ૧૯ દંડકમાં સમ્યગ્દષ્ટિ હોય છે. કારણ કે આગમાનુસાર એકેન્દ્રિયમાં સાસ્વાદન સમકિત નથી.
(૭) સંયત દ્વાર :
३० संजओ जीवो मणुस्सो य जहा आहारओ, असंजओ वि तहेव, संजयासजए वि