________________
શતક–૧૮: ઉદ્દેશક-૧
૩૮૧
નારકાદિ સંસારી જીવોની અપેક્ષાએ તે કદાચિત્ ચરમ કદાચિતુ અચરમ છે. જે નારક વિગ્રહગતિમાં અનાહારક ભાવને પ્રાપ્ત થયો, તે જીવ ફરી કયારેય નારકપણે અનાહારક ભાવને પ્રાપ્ત ન કરવાનો હોય તો નારકપણાનો તેનો અનાહારક ભાવ ચરમ કહેવાય અને તે જીવ જો ફરી નરક ગતિમાં ઉત્પન્ન થતાં અનાહારક ભાવને પ્રાપ્ત કરવાનો હોય તો તેને અચરમ કહેવાય છે. આ રીતે નારક જીવ અનાહારક ભાવની અપેક્ષાએ કદાચિત્ ચરમ કદાચિત્ અચરમ છે. આ રીતે ૨૪ દંડકના જીવોમાં સમજવું. (૩) ભવસિદ્ધિક દ્વાર:२६ भवसिद्धीओ जीवपए एगत्तपत्तेणं चरिमेणोअचरिमे, सेसट्ठाणेसुजहा आहारओ अभवसिद्धिओसव्वत्थ एगत्तपुहुत्तेणंणो चरिमे, अचरिमे। णोभवसिद्धीयणोअभवसिद्धीय जीवा सिद्धाय एगत्तपुहुत्तेण जहा अभवसिद्धीओ। ભાવાર્થ :- ભવસિદ્ધિક જીવ, એકવચન અને બહુવચનથી ચરમ છે, અચરમ નથી. શેષ સ્થાનોમાં આહારકની સમાન છે. અભવસિદ્ધિક સર્વત્ર એકવચન અને બહુવચનથી ચરમ નથી, અચરમ છે. નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવ અને સિદ્ધ, એકવચન અને બહુવચનથી અભવસિદ્ધિકની સમાન છે. વિવેચન :ભવસિલિક-ચરમ - ભવી જીવ મોક્ષે જાય છે, ત્યારે તેના ભવીપણાનો અંત થાય છે. તેથી તે ચરમ છે. અભવસિલિક-અચરમ - અભવી જીવોનો મોક્ષ થતો નથી, તેથી તે અચરમ છે. નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક-અચરમ:- તે સિદ્ધ હોય છે, સિદ્ધત્વ ભાવનો ક્યારે ય અંત થતો નથી તેથી તે અચરમ છે. (૪) સંજ્ઞી દ્વાર:२७ सण्णी जहा आहारओ, एवं असण्णी वि । णोसण्णी-णोअसण्णी जीवपए सिद्धपए य अचरिमे, मणुस्सपए चरिमे एगत्तपुहुत्तेण । ભાવાર્થ- સંજ્ઞી અને અસંજ્ઞી જીવો આહારકની સમાન છે. નોસંજ્ઞી નોઅસંજ્ઞી જીવ અને સિદ્ધ અચરમ છે. મનુષ્ય એકવચન અને બહુવચનથી ચરમ છે. વિવેચન : - સંજ્ઞી ચરમ અચરમ:- જે જીવ મોક્ષે જાય છે તેના સંજ્ઞીપણાનો અંત આવી જાય છે, તેની અપેક્ષાએ તે ચરમ અને જે જીવ મોક્ષે ન જાય તેની અપેક્ષાએ અચરમ છે. અસંશી ચરમ અચરમ – તે જીવો પણ સંજ્ઞીની જેમ ચરમ અને અચરમ હોય છે. નોસી નો અસલી ચરમ અચરમ :- સિદ્ધમાં નોસંજ્ઞી નોઅસંજ્ઞીપણું સાદિ અનંત હોય છે. તેનો અંત થવાનો નથી તેથી તે અચરમ છે. પરંતુ કેવળી મનુષ્યમાં નોસંજ્ઞી નોઅસંજ્ઞીપણુ ચરમ છે કારણ કે તે જીવ મોક્ષે જાય ત્યારે તેનો અંત થઈ જાય છે. જો કે જીવ સિદ્ધ ગતિમાં પણ નોસંજ્ઞી નોઅસંજ્ઞી જ કહેવાય છે. પરંતુ મનુષ્યગતિનો જે નોસંજ્ઞી નોઅસંજ્ઞીપણાનો ભાવ હતો તેનો અંત થાય છે. તેથી તે ચરમ છે.