________________
૮૦
શ્રી ભગવતી સૂત્ર–૪
અચરમ છે, ચરમ નથી.
વિવેચન :
પૂર્વ સૂત્રોમાં ૧૪ કારોના માધ્યમથી પ્રથમ અપ્રથમનું નિરૂપણ છે. તે જ ૧૪ દ્વા૨ોના માધ્યમથી આ સૂત્રોમાં ચરમ-અચરમનું પ્રતિપાદન છે.
ચરમ ઃ— જે સ્થાનમાં જે ભાવ અંતિમ હોય, ફરીથી પ્રાપ્ત થવાનો ન હોય તે ભાવને ચરમ કહે છે અથવા જે ભાવનો અંત થાય તેને ચરમ કહે છે. જેમ કે જે જીવ મોક્ષમાં જાય તેને કષાય ભાવનો અંત થઈ જાય છે. તેની અપેક્ષાએ તે ચરમ કહેવાય છે.
અચરમ – જે સ્થાનમાં જે ભાવ સદા રહેવાનો હોય, ફરીથી પ્રાપ્ત થવાનો હોય, તેને અચરમ કહે છે. જેમ કે– જીવના જીવત્વનો કયારેય અંત થવાનો નથી તેથી તે અચરમ છે અને નરકમાં કષાયભાવ પુનઃ પ્રાપ્ત થવાનો છે તેથી તે પણ અચરમ છે.
કદાચિત ચરમ કદાચિત્ અચરમ :- જે ભાવ કેટલાક જીવોને ચરમ હોય અને કેટલાક જીવોને અચરમ હોય તેને કદાચિત્ ચરમ અને કદાચિત્ અચરમ કહે છે. જેમ કે સમુચ્ચય જીવમાં નૈરયિક આદિ ભાવ કોઈક જીવની અપેક્ષાએ ચરમ હોય અને કોઈક જીવની અપેક્ષાએ અચરમ હોય છે તેથી જીવમાં નૈયિક ભાવ કદાચિત્ ચરમ અને કદાચિત અચરમ છે.
૨૪ દંડકના જીવો ચરમ-અચરમઃ-જેનૈરયિક, નરકગતિમાંથી નીકળીને ફરી નૈરયિકપણે ઉત્પન્ન થવાનો ન હોય, તે જીવ નૈરયિક ભાવનો સદાને માટે અંત કરવાનો હોય તે ચરમ નૈયિક કહેવાય છે અને જે નૈયિક એકવાર નરકમાંથી નીકળીને ફરી અનેકવાર નરકમાં ઉત્પન્ન થવાનો હોય તે અચરમ નૈરિયક કહેવાય છે. આ રીતે ૨૪ દંડકોમાં ચરમ અચરમ જાળવા જોઈએ.
સિદ્ધ જીવ અચરમ– સિદ્ધત્વભાવ સાદિ અનંત છે, તેનો અંત થવાનો નથી, તેથી તે અચરમ છે.
(ર) આહારક દ્વાર ઃ
२५ आहार सव्वत्थ एगत्तेणं सिय चरिमे, सिय अचरिमे, पुहुत्तेणं चरिमा वि अचरिमा वि । अणाहारओ जीवो सिद्धो य एगत्तेण वि पुहुत्तेण वि णो चरिमे, अचरिमे । सेट्ठाणेसु गत्तपुहुत्तेणं जहा आहारओ ।
=
ભાવાર્થ :- આહારક સર્વત્ર એક વચનથી કદાચિત્ ચરમ અને કદાચિત્ અચરમ હોય છે. બહુવચનથી આહારક ચરમ પણ હોય છે અને અચરમ પણ હોય છે. અનાહારક જીવ અને સિદ્ધ એકવચન અને બહુવચનથી ચરમ નથી અચરમ હોય છે. શેષ નૈરયિકાદિ સ્થાનોમાં અનાહારક, એકવચન અને બહુવચનથી અનાહારક જીવની સમાન કદાચિત્ ચરમ અને કદાચિત્ અચરમ) છે.
વિવેચનઃ
આહારક ચરમ અચરમ :– આહારક જીવ કદાચિત્ ચરમ કદાચિત્ અચરમ હોય છે. જે જીવ મોક્ષે છે, તે ચરમ છે અને તે સિવાયના જીવ આહારક ભાવની અપેક્ષાએ અચરમ છે.
જાય
અનાહારક ચરમ અચરમ ઃ– સિદ્ધના જીવોનો અનાહારક ભાવ સાદિ અનંત હોવાથી અચરમ છે. પરંતુ